Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ઝારખંડમાં જન્મઃ મુંબઈમાં કામગીરીઃ ભોપાલમાં રાજનીતિ અને યુ.પી.ના સાંસદ

યુ.પી.માં અમરસિંહના સ્થાને રાજયસભાના સાંસદ બનનારા સૈયદ ઝફર ઇસ્લામનું જબરું કાર્યક્ષેત્ર : ભાજપ તરફથી ચૂંટાયેલા પાંચમા મુસ્લિમ સાંસદ બનશેઃ જયોતિરાદિત્યના મિત્ર સૈયદ ઝફર : વિરોધ થવાની સંભાવના

 રાજકોટઃ ભારતીય જાણતા પાર્ટીએ પોતાના રાષ્ટ્રીય પ્રવકતા સૈયદ ઝફર ઇસ્લામને રાજયસભાની ઉપચૂંટણીના ઉમેદવાર જાહેર કર્યા છે. જે સ.પા ના સાંસદ અમરસિંહના નિધન બાદ ખાલી પડેલી જગ્યા માટેના ઉમેદવાર માનવામાં આવે છે. ચૂંટણી જીત્યા બાદ ઝફર ઇસ્લામ ભાજપાના ઇતિહાસમાં પાંચમા એવા સાંસદ બન્યા છે જે મુસ્લિમ હોય, એ જાણવું પણ રસપ્રદ રહેશે કે ઝફર માત્ર ૭ વર્ષોથી જ ભાજપ સાથે જોડાયેલ છે. આટલા ટૂંકા જોડાણમાં આટલું મોટું પદ  હાંસલ કરવા પાછળ પણ શું રાજકારણ હોય શકે તે તો સમય આવતા જાહેર થઇ જ જશે. ઝફરનો જન્મ ઝારખંડમાં થયો હતો.

 કોર્પોરેટ સાથે સબંધઃ ડો. સૈયદ ઝફર ઇસ્લામ ઝારખંડના રહેવાસી અને મુંબઈમાં સક્રિય રહ્યા હતા, ભાજપ ના રાષ્ટ્રીય પ્રવકતા ઝફર ઉદારતાવાદી વિચારસરણી વાળા અને કોર્પોરેટ સાથે સબંધ ધરાવતા હોવાની વાત છે. ઝફર પાર્ટી સંગઠન સાથે છેલ્લા ૭ વર્ષોથી જોડાયેલા છે.

 કોણ છે સૈયદ ઝફર ઇસ્લામ

 ઝફર ઇસ્લામની ઉમેદવારી ઉત્ત્।રપ્રદેશમાં નેતાઓ માટે ચોંકાવનારી વાત થઇ છે. અનેક નામો ચર્ચામાં હતા તેમાંથી આ નામની જાહેરાત અનેક રીતે ચર્ચાનો વિષય બની છે. આજસુધીના ઇતિહાસમાં ભાજપમાં ચાર સાંસદ મુસ્લિમ હતા આમન નામ સાથે તેઓ ૫માં સાંસદ બન્યા છે કે જે મુસ્લિમ હોય

(3:36 pm IST)