Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

સુશાંતસિંહ રાજપૂત કેસની સીબીઆઇ તપાસના આઠમા દિવસે આજે રિયા ચક્રવર્તીની પૂછપરછ શરૂઃ શું તેની ધરપકડ થશે?

મુંબઈ: બૉલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ કરી રહેલી CBIની ટીમે શુક્રવારે તપાસના 8માં દિવસે રિયા ચક્રવર્તીને પૂછપરછ માટે બોલાવી છે. હાલ CBIની ટીમના એસપી નૂપુર પ્રસાદ રિયાની પૂછપરછ કરી રહ્યાં છે. રિયા સવારે 10:30 કલાકે DRDO ગેસ્ટહાઉસ પહોંચી હતી. CBIની ટીમે રિયાની પૂછપરછ માટે પ્રશ્નોનું લાંબુ લિસ્ટ તૈયાર કર્યું છે.

સુશાંતના ફ્લેટમેટ સિદ્ધાર્થ પિઠાની, હાઉસ મેનેજર, સેમ્યુઅર મિરાંડા, કૂક નિરજ અને ગર્લફ્રેન્ડ રિયાના ભાઈ શૌવિક ચક્રવર્તી પણ DRDO ગેસ્ટહાઉસમાં જ છે. CBIની એક ટીમ રિયા સાથે પૂછપરછ કરશે, જ્યારે સેમ્યુઅલ મિરાન્ડા અને બાકી અન્ય સાક્ષીઓને રિયાની સાથે સામ-સામે બેસાડીને પૂછપરછ કરશે.

CBIની 3 ટીમ સતત કરી રહી છે પૂછપરછ

CBIની ત્રણ ટીમો શુક્રવારી પૂછપરછ કરી રહી છે. પ્રથમ ટીમ નીરજ, સિદ્ધાર્થ અને સેમ્યુઅલની પૂછપરછ કરી રહી છે. જ્યારે CBIના SP નુપૂર પ્રસાદ રિયાની પૂછપરછ કરી રહ્યાં છે. આ સિવાય ત્રીજી ટીમ રિયાના ભાઈ શૌવિકની પૂછપરછ કરી રહી છે.

સેમ્યુઅલ અને રિયાની અલગ પૂછપરછ પણ

CBIની ટીમ રિયા ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાએ અલગથી સામસામે બેસાડીને પણ પૂછપરછ કરવામાં આવી શકે છે. જેમાં ફાઈનાન્સિયલ એન્ગલ એટલે કે પૈસાની લેવડદેવડને લઈને પૂછપરછ થશે. રિયા પર આરોપ છે કે, તે સુશાંતના પૈસા વાપરતી હતી. સુશાંતના પિતાની FIRમાં રિયા પર સુશાંતના પૈસાની હેરાફેરીનો આરોપ છે. સેમ્યુઅલ મિરાન્ડા સુશાંતનો હાઉસ મેનેજર હતા. રિયાએ એક ટીવી ઈન્ટર્વ્યૂમાં કહ્યું હતું કે, સેમ્યુઅલને સુશાંતની બહેન પ્રિયંકાએ હાયર કર્યો હતો.

રિયાએ ફાઈલ તૈયાર કરી

પ્રાપ્ત વિગતો પ્રમાણે, રિયા ચક્રવર્તી એક ફાઈલ સાથે CBI કાર્યાલટ પહોંચી છે. આ ફાઈલમાં રિયાના તમામ વ્હોટ્સએપ ચેટ, સુશાંતની મેડિકલ હિસ્ટ્રી, ઈમેઈલ અને બેંક ડૉક્યુમેન્ટ્સ છે.

શું રિયાની થશે ધરપકડ?

રિયા ચક્રવર્તીની ધરપકડને લઈને સતત સવાલ ઉઠી રહ્યાં છે. વાસ્તવમાં CBI રિયાની ધરપકડને લઈને ત્યાં સુધી આગળ નથી વધવા માંગતી, જ્યાં સુધી તેમના હાથમાં ચોક્કસ પુરાવા ના આવે. જો કે રિયાથી ધરપકડની સંભાવના નાર્કોટિક્સ કેસમાં સૌથી વધુ પ્રબળ છે. રિયાની ડ્રગ્સ ચેટ્સ મામે આવ્યા બાદ NCBને જો ચોક્કસ પુરાવા મળી જશે, તો રિયાની સાથે જ તેના ભાઈ શૌવિકની ધરપકડ થશે તે નક્કી છે.

(5:32 pm IST)