Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કોરોનાની રસીનં ઉત્‍પાદન કરવા માટે અમેરિકાની બીસીએમ કંપનીએ ભારતીય કંપની બીઇ સાથે જોડાણ કર્યુ

હ્યુસ્ટનઃ કોરોના વાઇરસના ચેપની સામે લડવા લાગેલી રેસમાં ટેક્સાસ સ્થિત બેલર કોલેજ ઓફ મેડિસિન (BCM) ભારતીય ફાર્માસ્યુટિકલ કંપની બાયોલોજિકલ ઇ લિમિટેડ (BE) સાથે સલામત, અસરકારક અને એફોર્ડેબલ વેક્સિન બનાવવા લાઇસન્સિંગ કરાર કર્યો છે.

બીસીએમ મુજબ હૈદરાબાદમાં મુખ્ય મથક ધરાવતી બીઇ પાસે બેલર ખાતે વિકસાવાયેલા રિકોમ્બિન્ટ પ્રોટિન કોવિડ-19 વેક્સિનનુ લાઇસન્સ છે.

કંપનીએ બેલર ટેક્નોલોજી સાથે પ્રારંભિક ચર્ચા કર્યા પછી તે બીસીએમ વેન્ચર્સ સાથે લાઇસન્સની વાટાઘાટમાં જોડાયેલી છે, તેની સાથે હાલમાં કોરોના રોગચાળો જારી છે તેમાથી તેની વેક્સિન બનાવવા કેવી રીતે આગળ વધાવી શકાય છે.

કંપની આ માટે તેના વધુ ડેવલપમેન્ટના અને વેક્સિન કેન્ડિડેટના કોમર્સિયલાઇઝેશનના ભૂતકાળનો અનુભવ ઉપયોગ કરશે, જેનો ઉપયોગ હાલમાં પુરવાર થયેલી એક્સપ્રેસન ટેક્નોલોજીમાં થાય છે, એમ ટેક્સાસ સ્થિત બીસીએમે જણાવ્યું હતું.

ગયા સપ્તાહે હ્યુસ્ટન ખાતે ભારતના કોન્સલ જનરલ અસીમ મહાજન દ્વારા આયોજિત વેબિનારમાં બેલર ખાતે નેશનલ સ્કૂલ ઓફ ટ્રોપિકલ મેડિસિનના ડીન અને પ્રાધ્યાપક ડો. પીટર હોતેઝે જણાવ્યું હતું કે તાજેતરમાં ભારત કોવિડ-19 કેસના ફેલાવવાની રીતે ત્રીજા ક્રમે પહોંચી ગયું છે. તે ટૂંક સમયમાં બીજા ક્રમે પહોંચી જાય તેમ પણ મનાય છે. સાઉથ એશિયાના શહેરી વિસ્તારોમાં આ ચેપગ્રસ્ત રોગ ઝડપથી ફેલાઈ ગયો છે.

ભારતમાં કોરોનાના કેસ 34 લાખની નજીક પહોંચી ગયા છે અને 61,529ના મોત થઈ ચૂક્યા છે. અમેરિકા હાલમાં 58 લાખ કેસ અને 1,80,800 મોત સાથે આ ચાર્ટમાં ટોચ પર છે. મહાજને જણાવ્યું હતું કે હેલ્થકેર સેક્ટર ભારત અને અમેરિકામાં સ્થિર દરે વિકસવાની આગાહી કરવામાં આવી છે. બંને દેશ વચ્ચેની કેટલીક સામ્યતાઓને ધ્યાનમાં રાખતા તેઓની કંપનીઓ પાસે જોડાણ કરી સંયુક્ત અસરકારકતા વિકસાવવાની તક છે, તેમા વૈશ્વિક સપ્લાય ચેઇનના ભાગીદાર બનવાનો, જોઇન્ટ રિસર્ચ અને ઉત્પાદનનો સમાવેશ થાય છે.

હોતેઝ અને તેમના સહયોગીઓ સાર્સ અને મર્સ વેક્સિન બનાવવા જાણીતા છે. તેના પછી અમે જ્યારે કોવિડ-19 શબ્દ સાંભળ્યો ત્યારે અમે જોયું કે નવા વાઇરસની સીકવન્સ અમે અગાઉ રસી બનાવી ચૂક્યા છીએ તે વાઇરસ જેવી જ છે, એમ હોતેઝે જણાવ્યું હતું. તેઓ ટેક્સાસ ચિલ્ડ્રન સેન્ટર ફોર વેક્સિન ડેવલપમેન્ટના કો-ડિરેક્ટર છે.

આમ હોતેઝ અને તેમની ટીમ ઝડપથી કોવિડ-19 રસી બનાવવા તરફ આગળ વધી અને તેના પરિણામે તેણે ભારતના સૌથી મોટા વેક્સિન ઉત્પાદક સાથે જોડાણ કર્યુ. તેઓ બેલર કોલેજ ઓફ મેડિસિન ખાતે વિકસાવેલી વેક્સિન કે રસીના અબજ જેટલા ડોઝ બનાવવાની ક્ષમતા ધરાવે છે.

(5:46 pm IST)