Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

આલે... લે... કોલકાતા ની કોલેજમાં પ્રવેશની ઓનલાઈન પરીક્ષામાં સની લિયોનીએ મારી બાજી : મોટો હોબાળો

શું સની લિયોની કોલેજ માં ભણવા માંગે છે? : કોલકાતાની કોલેજનો ગંભીર છબરડો : મેરીટ લિસ્ટમાં સની લિયોની બની ટોપર : સની લિયોનીએ ૪ વિષયોમાં મેળવ્યા પુરા માર્ક્સ

કોલકતા: બૉલિવૂડ એક્ટ્રેસ (Bollywood Actress) સની લિયોની (Sunny Leone) કાયમ ચર્ચામાં જ રહે છે. એક વખત ફરીથી સની લિયોનીને લઈને હોબાળો થયો છે. હકીકતમાં કોલકતાના એક કૉલેજની ઑનલાઈન પ્રવેશ પ્રક્રિયાનું પ્રથમ મેરિટ લિસ્ટ બહાર પડ્યું છે. જેમાં સૌથી ઉપર સની લિયોનીનું નામ છે.

કોલકતાની આશુતોષ કૉના BAમાં પ્રવેશ માટેનું લિસ્ટ વેબસાઈટ પર મૂકવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં નામની સાથે એપ્લિકેશન ID અને રોલ નંબર પણ હતા. આ લિસ્ટમાં સની લિયોનીને ધોરણ-12ની બોર્ડ એક્ઝામમાં 4 વિષયોમાં 400 કે પૂરા માર્ક્સ આપવામાં આવ્યા છે.

આ મામલે વિવાદ વકરતા કૉલેજના અધિકારીએ જણાવ્યું કે, આ કોઈએ મજાક કરી છે. કોઈએ જાણી જોઈને સની લિયોનીનું નામ ટાઈપ કરવા માટે ખોટી અરજી મોકલી છે. અમે સબંધિત વિભાગને આ ભૂલ સુધારવા કહ્યું છે. આ મામલે અમે તપાસ પણ કરીશું. જો કે બીજી તરફ આ છબરડાના પગલે કૉલેજની પ્રવેશ પ્રક્રિયા પર સવાલ ઉઠવા લાગ્યા છે.

જણાવી દઈએ કે, સની લિયોની હાલ પરિવાર સાથે અમેરિકામાં રહે છે. સનીએ વર્ષ 2012માં ફિલ્મ “જિસ્મ-2”થી બૉલિવૂડમાં પર્દાપણ કર્યું હતું. અગાઉ તેણે સલમાન ખાન સાથે રિયાલિટી શૉ બિગ બૉસમાં પણ ભાગ લીધો હતો. ફિલ્મો ઉપરાંત સની લિયોયની MTVના શૉ SplitVillaને લઈને પણ ચર્ચાઓમાં રહી ચૂકી છે.

(6:13 pm IST)