Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

બધું જ ખોલી દેવામાં આવ્યું છે, તો પછી ધાર્મિક સ્થળો ઉપર પ્રતિબંધ કેમ ? : દારૂની દુકાનો પણ ખોલી દેવામાં આવી છે : મસ્જિદો ખોલી દેવામાં નહીં આવે તો રસ્તા ઉપર નમાઝ પઢશું : AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલની સરકારને ચીમકી

હૈદરાબાદ : કોરોના વાઇરસને કારણે દેશના મોટા ભાગના ધાર્મિક સંસ્થાનો બંધ છે.તેવા સંજોગોમાં AIMIM સાંસદ ઈમ્તિયાઝ જલીલે સરકારને પૂછ્યું છે કે  જ્યારે ધંધા-રોજગાર , બજાર, રોડ-રસ્તા, બસ, ટ્રેન, ફ્લાઈટ્સ બધું જ ખોલી દેવામાં આવ્યું છે, તો પછી ધાર્મિક સ્થળોને કેમ હજી સુધી બંધ કરી રાખ્યા છે. અર્થ ઉપાજન માટે દારૂની દુકાનો પણ ખોલી દેવામાં આવી છે. મર્યાદિત લોકો સાથે લગ્નનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. તો પછી ફક્ત ધાર્મિક સ્થળો પર જ પ્રતિબંધ કેમ લાદવામાં આવ્યો છે.
ઈમ્તિયાઝ જલીલની ધમકી પર ભારતીય જનતા પાર્ટીના નેતા અને પૂર્વ વડાપ્રધાન પીવી રસમિમ્હા રાવના પુત્ર એનવી સુભાષે કહ્યું છે કે એઆઈએમઆઈએમના સાંસદ દ્વારા આપવામાં આવેલી ધમકી હાસ્યાદસ્પદ છે. દેશમાં કોરોનાનો આતંક હજી પણ યથાવત્ છે અને રાજ્યોમાં અનલોકિંગની પ્રક્રિયા તબક્કાવાર રીતે ચાલી રહી છે.
ભારતીય જનતા પાર્ટીના નેતા એનવી સુભાષે કહ્યું કે, એક સાંસદ હોવાના સંબંધે એઆઈએમઆઈએમ નેતાએ મુસલમાનોની ઉશ્કેરણી ન કરવી જોઈએ. હજી દેશમાં બધું જ સામાન્ય થાય તેમાં થોડો સમય લાગશે. મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધારે કેસ છે. તેમણે ઈમ્તિયાઝ જલીલ વિરુદ્ધ આ મામલે કેસ નોંધવાની પણ માગ કરી છે

(6:40 pm IST)