Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

કર્ણાટકનો જોગ ધોધનો બેનમૂન નજારો ચોમાસામાં એકદમ ભવ્ય દેખાય છે.

નાયગ્રા ધોધની યાદ અપાવતો જોગનો ધોધ : ઊંચેથી નીચે પડતા પ્રવાહ અને ઘૂંઘવાટા જાણે પ્રકૃતિ ગર્જતી હોય તેવી અનુભૂતિ કરવી દયે છે.

અમદાવાદ : કર્ણાટકનો જોગનો બેનમૂન ધોધનો નજારો ચોમાસામાં એકદમ ભવ્ય દેખાય છે.. નાયગ્રાના ધોધની યાદ અપાવતો આ ધોધ ઊંચેથી નીચે પડતા પ્રવાહ અને ઘૂંઘવાટા જાણે પ્રકૃતિ ગર્જતી હોય તેવી અનુભૂતિ નજરે જોનારાઓને કરાવી દયે છે.

             ભારતની અંદર પણ એવા ઘણા ધોધ છે જે અકલ્પનીય સુંદરતા અને પ્રકૃતિનો અદભુત નજારો દર્શાવે છે. આવો એક સુંદર ધોધ કર્ણાટકમાં જોગનો ધોધ છે. ધોધને જોઈ લો તો પછી કદાચ નાયગરા ધોધ જોવાની જરૂર નહી પડે.

               આ ધોધ દ્વારા પ્રકૃત્તિની અદભુત સુંદરતા અને રમણીયતાના દર્શન થાય છે. તેનાથી દેખાય છે કે કુદરતે અહીં આપણા પર કેટલી કૃપા વેરી છેહાલમાં વરસાદી માહોલ છે. તેમા પણ ગુજરાતીઓ બહાર ફરવાના શોખીન છે ત્યારે તેમના માટે પ્રકારનો ધોધ બહુ દૂર કહી શકાય ધોધ જોયા પછી કદાચ આપણને તેની આગળ બીજા બધા ધોધ ફિક્કા લાગે, જો કે દરેક ધોધની આગવી ખાસિયત હોય છે.

               આ ધોધને જોવા માટે પ્રવાસીઓને સરળતા રહે તે માટે ઘાટને પણ વધારે સુવ્યવસ્થિત બનાવાયો છે. સિવાય અહીં આવતા પ્રવાસીઓ માટે નજીકમાં લગભગ બધી સગવડો છે. તેમા પણ હાલના વરસાદી માહોલમાં જો ચોમેર ખીલી ઉઠેલી પ્રકૃત્તિનો આનંદ લેવો હોય તો પછી ખરેખર પ્રકારનો ધોધ જોવા માટે નીકળી જવુ જોઈએ.
કુદરત દ્વારા ધોધના સ્વરૂપમાં રચવામાં આવેલો બેનમૂન નઝારો ચોમાસાના સમયમાં એકદમ ભવ્ય દેખાય છે.

                 કુદરત જ્યારે સૌંદર્ય વેરે છે ત્યારે કેવું સૌંદર્ય વેરે છે તે ધોધ અને તેની જોડેનો ઘાટ જોતા સમજાઈ જાય છે. તેમા પણ ચોમાસામાં પ્રકૃતિ તો સ્થળોએ સોળેય કલાએ ખીલી ઉઠે છે. કહેવાય છે કે જીવ્યા કરતાં જોયું ભલુ તે દાવે ધોધ જોવાનો તક ચૂકવા જેવી નથીપ્રકૃતિ હંમેશા જીવંત રહે છે અને ચોમાસામાં તો તે રીતસરની ખીલી ઉઠે છે. ધોધનો ઊંચેથી નીચે પડતો પ્રવાહ અને તેના આવતા ઘૂઘવાટા જાણે પ્રકૃતિ ગર્જતી હોય તેવી અનુભૂતિ કરાવે છેઆજે દેશભરના કેટલાય પ્રવાસીઓ ધોધ જોવા માટે આવે છે અને દેશી નાયગ્રા ફોલ જોયો હોવાની અનુભૂતિ કરે છે.

(7:26 pm IST)