Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ચેન્નઇ સુપરકિંગ્સ ટીમના એક સભ્યને કોરોનાએ ભરડો લેતા આખી ટીમ કવોન્ટાઇનકરાઇ

દુબઇમા કાલથી પ્રેકટીસ શરૂ થાય ત્યાર પહેલાજ ટીમના સભ્યને કોરોનાથી ક્રિકેટ રસીયાઓમા ચિંતાની લગણી પ્રસરી

નવી દિલ્હી: ચેન્નઈ સુપરકિંગ્સ (Chennai Super Kings)ની ટીમને IPL-2020 શરૂ થયા પહેલા જ મોટો ફટકો પડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ચેન્નઈ સુપરકિંગ્સ (CSK)ના એક સભ્યનો રિપોર્ટ કોરોના પોઝિટિવ (Corona Positive) આવ્યો છે. કોરોના સંક્રમિત આ સભ્યનું નામ જાહેર નથી કરવામાં આવ્યુ, પરંતુ આ સમગ્ર ટીમ માટે માઠા સમાચાર જરૂર છે.

ચેન્નઈ સુપરકિંગ્સને શુક્રવારે દુબઈમાં પ્રેક્ટિસ શરૂ કરવાની હતી, પરંતુ હવે સમગ્ર ટીમને ક્વોરન્ટાઈન કરી દેવામાં આવી છે.

ટાઈમ્સ ઑફ ઈન્ડિયાના રિપોર્ટ મુજબ, ચેન્નઈ સુપરકિંગ્સના જે સભ્યને કોરોના થયો છે, તે ખેલાડી છે, સપોર્ટ સ્ટાફ છે કે પછી કોઈ અધિકારી? તે વાતની ચોક્કસ જાણકારી નથી મળી શકી. જો કે સુત્રો અનુસાર CSKના સભ્યને દુબઈ પહોંચ્યા બાદ કોરોના થયો છે. જેથી હવે ટીમનો ક્વોરન્ટાઈન પીરિયડ વધુ એક સપ્તાહ માટે લંબાવી દેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ચેન્નઈની ટીમ 21 ઓગસ્ટે દુબઈ પહોંચી હતી અને 6 દિવસના ક્વોરન્ટાઈન પીરિયડમાં હતી. જો કે હવે તેને વધુ એક અઠવાડિયા માટે હોટલમાં પૂરાઈને રહેવું પડશે.

રિપોર્ટ અનુસાર, CSKની સમગ્ર ટીમ અને સપોર્ટ સ્ટાફ સહિતના અધિકારીઓને ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, BCCI ખેલાડીઓના UAE પહોંચ્યા બાદ ત્રણ કોરોના ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો છે. આજે થનારા ટેસ્ટનો રિપોર્ટ શનિવારે આવશે.

(8:11 pm IST)