Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

યુપીમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કેટલાક ગુંડાની ૩૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરી

અતીક, મુખ્તાર અંસારી સહિતના ગુંડા સામે સપાટો : સરકારે હજુ સુધીમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ ૪૯૫ કેસ કર્યા જેમાં સૌથી વધુ મુખ્તાર અને એના ગુંડાઓ સામે હતા

લખનૌ, તા. ૨૮ : ઉત્તર પ્રદેશના માફિયાઓ અને ગુંડાઓને સબક શિખવવાના આશય સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની સંપત્તિ જપ્ત કરવા માંડી છે. અત્યાર સુધીમાં રીતે માફિયાઓની ૩૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

ઉત્તર પ્રદેશની સરકારે અત્યાર સુધીમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ ૪૯૫ કેસ કર્યા હતા જેમાં સૌથી વધુ કેસ મુખ્તાર અન્સારી અને એના ગુંડાઓ સામે હતા. અન્સારી, અતીક અહમદ, અનિલ દુજાના અને સુંદર ભાટી પર પોલીસની લાંબા સમયથી નજર હતી. યોગીએ પોલીસને બાબતમાં છૂટ્ટો દોર આપ્યો હતો અને માફિયા ટોળીઓ સામે સખત પગલાં લેવાની તાકીદ કરી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધીમાં માફિયાઓની જે સંપત્તિ કબજે કરી હતી એમાં આગ્રા ઝોનમાં ૪૮ કરોડ, વારાણસી ઝોનમાં ૪૭ કરોડ, બરેલી ઝોનમાં ૨૫ કરોડ ઉપરાંત આઝમગઢ, ગાઝીપુર, નોએડા દરેકમાં દસ દસ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. એકલા મુખ્તાર અન્સારીની ૧૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરાઇ હતી. હજુ ગઇ કાલેજ લખનઉના સૌથી પોશ ગણાતા વિસ્તાર હઝરતગંજમાં મુખ્તાર અન્સારીની કરોડોની સંપત્તિ ધરાશાયી કરી દેવામાં આવી હતી. સંપત્તિ મુખ્તારના પુત્રો અબ્બાસ અને ઉંમરના નામ પર રજિસ્ટર હતી. લખનૌ વિકાસ નિગમે ૨૦ જેસીબી મશીન અને ૨૫૦થી વધુ પોલીસ જવાનો સાથે ત્યાં પહોંચીને બે માળના મકાનને ધરાશાયી કરી દીધું હતું. લખનઉ  વિકાસ નિગમની જમીન પર ગેરકાયદે કબજો કરીને જે બાંધકામ કરવામાં આવ્યું હતું તોડવા પાછળ થયેલો ખર્ચ પણ મુખ્તાર અન્સારી પાસેથી વસૂલ કરવામાં આવશે. જમીનના દસ્તાવેજોમાં ગેરકાયદે ઘાલમેલ કરીને મુખ્તારે સરકારી જમીન કબજે કરી લીધી હતી અને એના પર મકાન બાંધી લીધું હતું. જેમના કાર્યકાળમાં ઇમારત બની હતી મ્યુનિસિપલ તેમજ સરકારી અધિકારીઓ સામે કાયદેસર કામ ચલાવવાની જાહેરાત પણ યોગી સરકારે કરી હતી.

(9:25 pm IST)