Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

ફિલ્મ અભિનેતા સુશાંત ની હત્યા બનાવના પગલે 13-14 જૂન દરમિયાન રાત્રીની બનેલ ઘટના ક્રમ ની વિગતો બહાર આવી

ઘટના સ્થળે હાજર 4 લોકોએ પોલીસ સમક્ષ વિસ્તૃત નિવેદનો આપ્યા જાણીએ લોકોએ શું કહ્યું

મુંબઇઃ સુશાંત સિંહ રાજપુત મોતનો (Sushant Singh Rajput Death) કેસની તપાસ CBIને સોંપાયા બાદ ધીમ-ધીમે રહસ્યો પરથી પડદો ઊંચકાઇ રહ્યો છે. સુશાંતે 14 જૂને આત્મહત્યા કરી હતી. પરંતુ 13 અને 14 જૂનની રાત્રે શું થયું હતું? તે અંગે ખુલાસો થઇ રહ્યો છે.

સીબીઆઇએ તપાસમાં અનેક લોકોની પુછપરછ કરી. તેમાં 4 નામો સૌથી મહત્વના છે. સુશાંતનો મિત્ર સિદ્ધાર્થ પિઠાની, નોકર નિરજ સિંહ, હાઉસ મેનેજમેનટનું કામ જોનાર દિપેશ સાવંત અને કુક કેશવ. ઘટનાના સમયે આ ચારેય સુશાંતના ઘરમાં હતા. પોલીસ અને સીબીઆઇએ આ લોકોની અનેકવાર ઘનિષ્ઠ પુછપરછ કરી છે. જેમાં 13 અને 14 જૂનની રાતના ઘટનાક્રમ અંગે રિપોર્ટ બહાર આવ્યો છે…..

14 જૂને સવારે સૌથી વહેલો ઉઠનારા દિપેશની જુબાની

1.સુશાંત સિંહના ફલેટનું હાઉસ મેનેજમેન્ટનું કામ જુએ છે. 14 જૂન ઘટનાની સવારે સૌથી પહેલાં સૂઇને ઉઠ્યો હતા. તેણે સીબીઆઇને જણાવ્યું કે
“13 જૂનની રાત્રે મેં સુશાંતને જમવાનું પૂછ્યું તો તેમણે ઇનકાર કરી દીધો હતો અને માત્ર મિલ્ક શેક આપવા કહ્યું હતું. તે આપી હુંનીચે આવી ગયો હતો અને ફિલ્મ જોવા લાગ્યો હતો.”

2. “રાત્રે 10.30 કલાકે મેં તેમને ફોન કર્યો પરંતુ જવાબ ન આવતા મેં વિચાર્યું કે સુશાંત સૂઇ ગયા હશે. બીજી સવારે 5.30 કલાકે હું ઊઠી ગયો. ફ્રેશ થઇ હું આશરે 6.30 વાગે ઉપર સુશાંતની રુમમાં ગયો. તેઓ જાગી ગયા હતા અને બેડ પર હતા. મેં ગુડ મોર્નિગ કહી ચાનું પુછ્યું તો તેમણે ચા-નાસ્તા બંનેની ના પાડી દીધી. તે સમયે રુમમાં સુશાંત એકલા હતા અને પંખો ચાલુ હતો. દરવાજો હંમેશની જેમ ખુલ્લો હતો અને પડદા અડધા ખુલ્લા હતા.

નોકર નીરજે શું કહ્યું…

“સવારે 7 વાગે હું અને કુક કેશવ ઊઠી ગયા હતા. સવારે 8 સવા આઠે સુશાંત સિંહને મને બુમ પાડી, સાથે તેઓ અડધી સીઢી સુધી આવી ગયા હતા. તેમણે પાણી માગ્યું, મેં તેમને પાણી આપ્યું હતું.”

કુક કેશવ આપેલી જુબાની...

સવારે 9 સવા નવની વચ્ચે હું દાડમ જ્યૂસ અને નારિયેળ પાણી લઇને ઉપર ગયો હતો અને તેમને આપી આવ્યો હતો. થોડી વાર પછી હું તેમને પુછવા ગયો હતો કે લંચમાં શું બનાવવાનું છે? ત્યારે તેમની રુમનો દરવાજો બંધ હતો અને લોક પણ હતું. તેથી મેં સિદ્વાર્થ પિઠાનીને આ વાત કરી.”

ચારમાંથી સુશાંતની સૌથી નજીક સિદ્વાર્થ હતો

ક્રિએટિવ આર્ટ ડિઝાઇનર સિદ્વાર્થ પિઠાની ચારેય પાત્રોમાંથી સુશાંતની સૌથી નજીક હતો. જ્યારે રિયા ઘરમાં ન હોય ત્યારે તે સુશાંતની સામેના રુમમાં સૂતો હતો. દિપેશે તેના નિવેદનમાં જણાવ્યું કે 14 જૂને સવારે આશરે 10 વાગે સિદ્ધાર્થે તેને આવીને કહ્યું હતું કે સરે રુમનો દરવાજો લોક કરી લીધો છે. ત્યારે બધા હેરાન હતા. કારણ કે રિયા હોય ત્યારે જ સુશાંત રુમ બંધ કરતો હતો. ત્યારે બધાએ વિચાર્યું કદાચ ફરી ઊંઘી ગયા હશે. 10-15 મિનિટ રાહ જોયા પછી દરવાજો ફરી ખખડાવ્યો ત્યારે પણ કોઇ જવાબ ન મળ્યો.

ત્યારે સુશાંતની બહેન મીતૂ સિંહનો ફોન આવ્યો

સિદ્ધાર્થ પિઠાનીએ જણાવ્યું કે “અને દરવાજો ખખડાવી જવાબની રાહ જોતા હતા. ત્યારે જ સુશાંતની બહેન મિતૂ સિંહનો ફોન આવ્યો હતો. મેં તેમને કહ્યું કે દરવાજો નથી ખુલી રહ્યો. ત્યારે મીતૂએ કહ્યું પ્રયત્ન કરતા રહો પછી મને કહેજો.ત્યારે ફરીથી જોરથી દરવાજો ખખડાવ્યો, પણ કોઇ જવાબ મળ્યો નહીં.”

ત્યાં સુધી 11.15 થઇ ગયા હતા. ચારેય જણા સામેના રુમમાં હતા. સુશાંતના રુમની ચાવી શોધવાનું શરુ થયું. ન મળતા. હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાને પુછ્યું કે ચાવી ક્યાં છે. ત્યારે તેને જવાબમાં ના પાડી દીધી. આ કોશીશમાં બીજો એક કલાક વીતી ગયો. એટલે 12.15થી ઉપરનો સમય થઇ ગયો.

પછી ચાવીવાળાને બોલાવવાનું નક્કી કર્યું

દરમિયાન દરવાજો ફરી ખખડાવ્યો પણ કોઇ પ્રતિઉત્તર ન મળ્યું. ત્યારે ફરી મીતૂને ફોન કરી જણાવ્યું. ત્યાર પછી સિદ્ધાર્થે ચાવીવાળાને બોલાવવાનો નિર્ણય લીધો. સૌથી પહેલાં બિલ્ડિંગના સિક્યોરિટી ગાર્ડ રાજૂને પૂછ્યુ કે કોઇ ચાવીવાળાને ઓળખે છે. તેણે કારણ પુછ્યું તો સિદ્ધાર્થે કહ્યું કે પવનથી દરવાજો લોક થઇ ગયો છે. રાજૂએ કહ્યું થોડો સમય આપો હું જોઉં છું.

ગૂગલમાં ચર્ચ કરી ચાવીવાળાને શોધ્યો

સિદ્ધાર્થે જણાવ્યું કે “રાહ જોવાને બદલે ગૂગલ પર સર્ચ કરી એક નંબર પર ફોન કર્યો અને તેને બાંદ્રામાં હોવા અંગે પુછ્યું. તેનું નામ રફીક હતું. તેણે 2000 રુપિયા થવાની વાત કરી, મેં તેને હા પાડી અને ઘરનું સરનામું આપ્યું. તેણે આવી લોક જોઇને તરત જ કીધું કે લોક તોડવું પડશે. હા પાડતા તેણે લોક તોડી નાંખ્યું. લોક તૂટતા જ મેં તેને 2000 રુપિયા આપી દીધા અને સામાન લઇ જતા રહેવાનું કીધુ. હું ઇચ્છતો હતો કે આ વાત બહાર જાય નહીં. તેથી તેને કોનું ઘર છે, તે પણ ન જણાવ્યું.

રુમ ખુલ્યા બાદ શું થયું?

રફીકના ગયા પછી સૌથી પહેલાં દિપેશ અને સિદ્ધાર્થ દરવાજો ખોલી રુમમાં ગયા. ત્યારે નીરજ અને કેશવ બહાર જ ઊભા હતા. રુમની લાઇટો બંધ હતી. પડદા લાગેલા હતા. જેવી લાઇટ ઓન કરીને જોયું તો સુશાંત પંખામાં લટકેલા હતા. તેમના પગ પલંગના છેડે લટકેલા હતા. લીલા રંગના ઝભ્ભાનો ફાંસો ગળામાં હતો. ફાંસાની ગાંઠ ગળામાં ડાબી બાજુ હતી.

સિદ્ધાર્થે તુરત જ મીતૂને ફોન જોડ્યો અને જણાવ્યું કે સુશાંત ફાંસીએ લટકેલા છે. સિદ્ધાર્થે એમ્બ્યુલન્સ માટે 108 પર કોલ કર્યો અને તાત્કાલિક ડોક્ટર સાથે આવવા કહ્યું. સામેથી કારણ પુછવામાં આવતા કહ્યુ કે મિત્રે ગળો ફાંસો ખાઇ લીધો છે. નામ જણાવવા અંગે ભાર મૂકવામાં આવતા સુશાંત સિંહ જણાવ્યું.

દરમિયાન સિદ્ધાર્થના ફોન પર મોટી બહેનની કોલ આવી ગઇ. સિદ્ધાર્થે જણાવ્યું કે વાતમાં તેમના ફાંસી શબ્દ જીજાએ સાંભળ્યું તો તેમણે કહ્યું કે પહેલાં ઉતારીને જુઓ શ્વાસ તો ચાલી નથી રહ્યો. તે પછી સિદ્ધાર્થે બધાને કહ્યું કે સુશાંતને નીચે ઉતારવા પડશે ત્યારે દિપેશે તેને પુછ્યું આવું કોણે કીધું. તો તેણે કહ્યું જીજાજીએ કહ્યું.

ગુલશન તમે શું કરી લીધું બાબૂ?”

સિદ્ધાર્થે ત્યાર બાદ ચાકૂ મંગાવ્યો અને તેનાથી ઝભ્ભાને ઉપરથી કાપી જે પોઝિશનમાં સુશાંત હતા. તે જ સ્થિતિમાં તેમને નીચે ઉતારવામાં આવ્યા.આશરે 5 મિનિટમાં જ મીતૂ સિંહ ત્યાં આવી પહોંચી હતી. તેણે કહ્યું કે “ગુલશન આ તમે શું કરી લીધું બાબૂ?”

CPR આપવાની કોશીશ થઇ

સિદ્ધાર્થે જણાવ્યું કે સુશાંતને ત્યાર બાદ CPR (Cardiopulmonary resuscitation-દર્દીની છાતી પર દબાણ કરી શ્વાચ્છોસ્વાસ પાછો લાવવાની પ્રક્રિયા) આપવાની પણ કોશીશ કરાઇ હતી. પરંતુ કોઇ ફેર પડ્યો નહતો. ત્યારે નીરજે કોઇ રીતે ગાંઠ ખોલી ગાળિયો કાઢ્યો હતો. ત્યારે મીતૂએ સુશાંતની બોડી સીધી કરવાનું કહ્યું હતું. દિપેશે પગ પકડ્યા જ્યારે સિદ્ધાર્થ અને નીરજે ખભો પકડી સીધો કર્યો. ત્યાં સુધી પોલીસ આવી ગઇ હતી. તેણે કાયદાકીય કાર્યવાહી શરુ કરી હતી.

(10:31 pm IST)