Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

DRDOને મોટી સફળતા, 'આકાશ પ્રાઈમ' મિસાઈલનું સફળતાપૂર્વક કરાયું પરીક્ષણ

વદેશી રીતે વિકસિત ઓછા વજનની એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું પણ પરીક્ષણ કર્યું

નવી દિલ્હી :ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO)એ જણાવ્યું હતું કે આકાશ મિસાઈલનું નવું સંસ્કરણ 'આકાશ પ્રાઈમ'નું  ઓડિશાના ચાંદીપુરમાં ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઈલમાં સુધારા પછી તેના પ્રથમ ઉડાન પરીક્ષણમાં માનવરહિત મિમકિંગ એનીમી એરક્રાફ્ટને ટાર્ગેટ કરીને રોક્યું અને તેને નષ્ટ કર્યું.

આ પહેલા 21 જુલાઈના રોજ DRDOએ ઓડિશામાં ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી હવામાં પ્રહાર કરવા વાળી મિસાઈલ સિસ્ટમ આકાશના નવા સંસ્કરણનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ સફળ પરીક્ષણ ભારતીય વાયુસેનાની લડાઈ ક્ષમતા વધારવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે તમામ પ્રકારની હથિયાર પ્રણાલીઓથી સજ્જ મિસાઈલનું જમીન આધારિત પ્લેટફોર્મ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને પરીક્ષણ દરમિયાન મિસાઈલની ઉડાનમાંથી મેળવેલા ડેટાના આધારે તમામ હથિયાર પ્રણાલી સફળ અને કોઈ પણ ગડબડ વગર કામ કરે છે તેવી પુષ્ટિ કરવામાં આવી હતી.

આકાશ મિસાઈલ (આકાશ એનજી)નું નવું સંસ્કરણ તેના જૂના સંસ્કરણ કરતા થોડું સારું છે અને 25 કિલોમીટર સુધીની રેન્જમાં નિશાન સાધી શકે છે. આ સિવાય તે જ દિવસે DRDOએ સ્વદેશી રીતે વિકસિત ઓછા વજનની એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું, જે વ્યક્તિના ખભા પર લઈ જઈ શકાય છે. આ સફળ પરીક્ષણ સાથે સેના દ્વારા તેના નિર્માણ માટેનો રસ્તો સાફ થઈ ગયો છે. આ મિસાઈલ ભારતીય સેનાની ક્ષમતા વધારવા માટે વિકસાવવામાં આવી હતી.

(10:53 pm IST)