Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જો બાયડને લીધો કોરોનાની રસીનો બૂસ્‍ટર ડોઝ

રસી ન લેનારા દેશને બહુ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છેઃ બાયડન : અમેરિકામાં બૂસ્‍ટર ડોઝ આપવાની શરૂઆત થઈ : ૬૫ વર્ષથી વધારે ઉંમરના લોકોને બૂસ્‍ટર ડોઝ અપાઈ રહ્યો છે

વોશીંગ્‍ટન,તા. ૨૮: અમેરિકામાં કોવિડ ૧૯ની વિરુધ્‍ધ બૂસ્‍ટર ડોઝ લગાવવાની પ્રક્રિયા શરુ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ જો બાયડને ગઇ કાલે ત્રીજો ડોઝ મેળવી લીધો છે. આ દરમિયાન રસી લેવાથી ઈન્‍કાર કરી રહેલા નાગરિકોને ફટકાર લગાવતા કહ્યું કે તે અમેરિકાને નુકસાન પહોંચાડી રહ્યા છે. હાલમાં અમેરિકામાં ૬૫ વર્ષથી વધારે ઉંમરના લોકોને બૂસ્‍ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે.
હાલમાં જ જારી સ્‍વાસ્‍થ્‍ય સંબંધી દિશા- નિર્દેશો અંતર્ગત બાયડને વ્‍હાઈટ હાઉસમાં ફાઈઝર રસીનો ત્રીજો ડોઝ મેળવ્‍યો છે. તેમણે મજાકમાં કહ્યું કે મને ખબર છે કે  એવું દેખાતુ નથી  પરંતુ હું ૬૫ વર્ષથી વધારે ઉંમરનો છું. ઉંમર કેટેગરી ઉપરાંત સ્‍વાસ્‍થ્‍ય સંબંધીત ગભીર સમસ્‍યાઓ સામે લડી રહેલા વયસ્‍કોને કોવિડની વિરુદ્ધ ત્રીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે.
બાયડને કહ્યું કે સમસ્‍યા એ છે કે ઘણા અમેરિકનો હજું પણ રસીનો પહેલો ડોઝ લેવાની ના પાડી રહ્યા છે. જે ડેલ્‍ટા વેરિએન્‍ટના મામલા વધારી રહ્યા છે. તેમણે કહ્યું કે ૭૭ ટકા અમેરિકન નાગરિકોને રસી મળી ચૂકી છે. પરંતુ આ પુરતુ નથી. જયારે ૧ ચતૃર્થાંશ હજું પણ રસી લેવાની ના પાડી રહ્યા છે. બાયડને તમામને રસી લેવા માટે અપીલ કરી
તેમણે કહ્યું કે આ અલ્‍પસંખ્‍યક આપણને અને દેશને બહું મોટું નુકસાન પહોંચીડી રહ્યા છે. જો બાયડને કહ્યું, પ્‍લીઝ યોગ્‍ય કામ કરો, રાષ્ટ્રપતિએ ફાયઝરનો પહેલો ડોઝ ગત ડિસેમ્‍બર અને બીજો ડોઝ જાન્‍યુઆરીમાં મેળવ્‍યો હતો. તેમણે ગત અઠવાડિયે આ જાણકારી આપી હતી કે લગભગ ૬ કરોડ લોકો ફાઈઝર બૂસ્‍ટર ડોઝ માટે પાત્ર છે. તેમણે કહ્યું હતુ કે જે લોકોએ મોર્ડના અથવા જોનસન એન્‍ડ જોનસન રસી મેળવી લીધી છે. તે એક વાર સ્‍ટડી પૂરી કર્યા બાદ બૂસ્‍ટર ડોઝ લઈ શકેશે.
તેમણે શક્‍યતા વ્‍યક્‍ત કરી કે જલ્‍દી જ તમામ અમેરિકન નાગરિક રસી માટે પાત્ર થઈ જશે. સેન્‍ટર્સ ફોર ડિસીઝ કન્‍ટ્રોલ એન્‍ડ પ્રિવેન્‍શને શુક્રવારે કહ્યું કે આવનારા અઠવાડિયામાં મોર્ડના અને જોનસન એન્‍ડ જોનસનની રસીના બૂસ્‍ટર ડોઝનું આકલન કરવામાં આવશે.

 

(10:18 am IST)