Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ફેસબુકના સ્ટડીમાં મોટો ખુલાસો

ઇન્સ્ટાગ્રામ બાળકોને માનસીક રીતે બીમાર કરે છે : આત્મહત્યા સુધીના વિચારો આવે છે

કિશોરીઓ સૌથી વધુ પ્રભાવીત : ઇન્સ્ટામાં સુંદર દેખાવા હોડ : આવું ન થતા થાય છે ડીપ્રેશન

નવી દિલ્હી,તા. ૨૮: જો તમારા બાળકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે તો સાવધાન થઇ જજો.ફેસબુકના આંતરીક અધ્યયનમાં ખુલાસો થયો છે કે ઇન્સ્ટાગ્રામ બાળકોને માનસીક રીતે બીમાર કરી રહ્યું છે તેઓ ડીપ્રેશનનો શિકાર બની રહ્યા છે.ઇન્સ્ટાગ્રામ, ફેસબુકની જ માલિકીની એપ છે.

 

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ ફેસબુકના અધ્યયનમાં જાણવા મળ્યુ કે ઇન્સ્ટાગ્રામ એપ કિશોરો માટે હાનિકારક છે. ઓછી ઉંમરની છોકરીઓ સૌથી વધુ પ્રભાવીત થઇ રહી છે. નાની ઉંમરના બાળકો પર તેનાથી પ્રતિકુળ પ્રભાવ એટલા ઘાતક છે કે તેમને આત્મહત્યા કરવા સુધીના વિચારો આવવા લાગે છે.

અધ્યયનમાં મેકઅપ મુખ્ય સમસ્યા હોવાનું જાણવા મળેલ. એટલે કે કિશોરીઓ ઇન્સ્ટાગ્રામ ઉપર સુંદર દેખાવા માંગે છે. આવુ જ થતા તેઓ ડીપ્રેશ થાય છે ઇન્સ્ટાગ્રામ દર ૩ માંથી ૧ કિશોરીને બોડી ઇમેજની સમસ્યાને બદતર બનાવે છે.

શોધકર્તાઓએ ઇન્સ્ટાગ્રામના એકસપ્લોઝર પેજને લઇને પણ ચેતાવણી આપી છે, જે યુઝર્સને ઘણી પ્રકારના એકાઉન્ડથી કયુરેટ પોસ્ટ મોકલે છે તે યુઝર્સને ઝડપથી એવી ચીજો તરફ આકર્ષીત કરી રહ્યા છે જે હાનીકારક હોય શકે છે બાળકો માટે તે નશાની લત જેવું છે.

(11:49 am IST)