Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

કન્હૈયા કુમાર અને જિજ્ઞેશ મેવાણી આજે કોંગ્રેસમાં જોડાશે

એક વાર ફરી ચૂંટણીની હારનો સામનો કરી રહેલી કોંગ્રેસ વધુ એક પ્રયોગ કરવા માટે તૈયાર છે

નવી દિલ્હી તા. ૨૮ : કન્હૈયા કુમાર અન જિગ્નેશ મેવાણી પાર્ટીની સમગ્ર દેશના યુવાઓને સાથે જોડવાની યોજનાનો ભાગ છે. પાર્ટી દરેક રાજયના યુવાઓને સાથે જોડવા માટે મહાભિયાન ચલાવવાની તૈયારી કરી રહી છે. આ પહેલી તક નથી. જયારે કોંગ્રેસે રાજકારણમાં નવો પ્રયોગ કરવાનો પ્રયાસ કર્યો છે. આની પહેલા પણ પાર્ટી અનેક પ્રયોગ કરી ચૂકી છે. જો કે આ તમામ પ્રયોગોના પરિણામ બહું ઉત્સાહ ભર્યા નહોંતા.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ૨૦૦૭માં પાર્ટીના મહાસચિવ તરીકે યૂથ કોંગ્રેસ અને એનએસયૂઆઈમાં આંતરિક ચૂંટણીની શરૂઆત કરી હતી. આનું લક્ષ્ય સંગઠનમાં જમીની યુવા કાર્યકર્તાઓને આગળ વધવાની તક આપવાનો હતો. આ એક સારો પ્રયાસ હતો. પણ પ્રદેશમાં વરિષ્ઠ નેતાઓ પરિવારોની સાથે સંબંધ રાખનારા યુવા ધનબળના માઘ્યમથી પોતે ચૂંટણી જીતીને પદાધિકારી બની ગયા છે.

કોંગ્રેસે ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવામાં ડેટાનો ઉપયોગ કર્યો હતો . આ પાર્ટીની શકિત એપે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. પાર્ટીએ ૩૦૦ સીટ પર ડેટાનાં વિશ્લેષણના આધાર પર ઉમેદવાર નક્કી કરવાનો પ્રયોગ કર્યો. પણ પ્રયાસ સફળ ન રહ્યો. તેવામાં હવે સમય જ નક્કી કરશે કે કન્હૈયા અને મેવાણીના માધ્યમથી પાર્ટી યુવાઓને જોડાવામાં કેટલી સફળ રહે છે.

(11:51 am IST)