Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

ભૂ લેખ વેબસાઈટથી ફિંગર પ્રિન્ટ ચોરી ખાલી કરી રહ્યા છે બેન્ક ખાતા

સાઇબર ક્રાઇમનો નવો અડ્ડો બન્યો નેપાળ

  લખનઉઃ તા ૨૮, ધમકી અને રંગદારી નહીં સાઇબર ક્રાઇમ એક મોટું ક્રાઇમ બની ગયું છે. વિભૂતિખંડ પોલીસની પૂછતાછમાં સાઇબર ક્રાઈમથી ઠગવા વાળાએ કેટલાક ચોંકવનારા ખુલાસા કર્યા છે.  પૂછતાછમાં જાણવા મળ્યું કે ગેંગ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર સક્રિય છે. નેપાળ હવે સાઇબર ક્રાઇમ કરનારા અપરાધીઓનું નવું ઠેકાણું બની ગયું છે. જ્યાં  બેઠા બેઠા ઠગો ભૂ લેખ વેબસાઈટથી ફિંગર પ્રિન્ટ ચોરી લઇ સંબંધિત વ્યકિતનું બેન્ક ખાતા ખાલી કરી રહ્યા છે. અને પીડિતો ઠગાઈ રહ્યા છે.

 વિભૂતિખંડ પોલીસે જ્યારે આ સાઇબર ઠગોની પૂછતાછ કરી તો એ ત્રણેયે જણાવ્યું કે, નેપાળના બુટવલ, ભૈરવહા અને પોખરા સહિતના સીમાવર્તી કેટલાક જિલ્લામાં  હોટલોમાં સાઇબર ઠગોના કેટલાક ગેંગ તેમનું ઠેકાણું બનાવી રાખ્યું છે. સાઇબર ઠગ નેપાળમાં બેસીને ખાતામાં સેંધ લગાવી રહ્યા છે. અને સરકારી ડેટા ચોરી રહ્યા છે.

 ગેંગે કેટલાક ખુલાસા કાર્ય જેનાથી વિભૂતિખંડ પોલીસ પણ ચોંકી ઉઠી છે. ઠગોએ જણાવ્યું કે, તેમનું નેપાળના બુટવલમાં અડ્ડો છે. ગેંગ બુટવલમાં બેસીને  ભૂ  લેખ વેબસાઈટમાંથી લોકોનો ડેટા અને અંગુઠાના નિશાન ચોરી રહ્યા છે. બાદમાં ફિંગર પ્રિન્ટના કલોન તૈયાર કરી ખાતામાંથી રકમ ઉઠાવી લ્યે છે. પોલીસે જયારે આરોપીઓને પકડ્યા  ત્યારે તેમની પાસે ૧૦૦થી વધુ અંગુઠાના કલોન, લેપટોપ, મોબાઈલ અને ૨.૯૮ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા.

 નેપાળમાં છે ૩ મુખ્ય આરોપી

 પોલીસે ગોરખપુરના બંસગાંવ ધનૌરા બુઝુર્ગ નિવાસી રાજેશ રાય, રાહુલ કુમાર રાય અને રામશરણ ગૌડની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે, હાલમાં આ ગેંગના ત્રણ મુખ્ય આરોપી સહીત કેટલાક શાતીર ઠગોએ નેપાળમાં સુરક્ષિત સ્થાન બનાવી રાખ્યું છે. જેમાં આજીત કુમાર નિષાદ, દિન દયાળ નિષાદ અને કિશાન કુમાર નિષાદ પ્રમુખ છે.

  મોટી ગેંગનો જલ્દી જ પર્દાફાશ

પ્રભારી નિરીક્ષક વિભૂતિખંડ ચંદ્રશેખર સિંહે જણાવ્યું કે, ગેંગના વિશે ઘણી જાણકારી મળી છે. કેટલાક લોકોને ઓળખી પાડવામાં આવ્યા છે. પુરી જાણકારી મેળવી મોટી ગેંગનો પર્દાફાશ કરવામાં આવશે.

(2:41 pm IST)