Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

મહંત નરેન્દ્રગીરી મોતનો મામલો : આનંદગિરી અને અન્ય બે સાત દિવસની સીબીઆઈ રિમાન્ડ ઉપર

 પ્રયાગરાજ તા ૨૮, અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્રગીરીના શંકાસ્પદ મોતના મામલામાં સીબીઆઈએ આનંદગીરી, પૂજારી આદ્યા તિવારી અને સંદીપ તિવારીના સાત દિવસના રિમાન્ડ મળી ગયા છે.

 સીજેએમ હરેન્દ્ર નાથે સીબીઆઈની યાચિકાને મંજૂરી આપતા ૨૮ સપ્ટેમ્બર સવારના ૯ વાગ્યાથી ૪ઓકટોબરના સાંજના ૫ વાગ્યા સુધીની પોલીસ કસ્ટડીની મંજૂરી આપી છે. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ મામલાની સુનાવણી કરવામાં આવી છે. હાલમાં ત્રણેય આરોપી ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં નૈની સેન્ટ્રલ જેલમાં બંધ છે. સીબીઆઈએ કોર્ટને જણાવ્યું કે, મામલામાં તપાસ માટે ત્રણેય આરોપીઓના રિમાન્ડ જરૂરી છે. મહંતે ત્રણેય આરોપીઓ પર પોતાના મોતની પહેલા કથિત સ્યુસાઇડ નોટમાં તેમને બ્લેકમેઇલ કરવાનો આરોપ લગાવ્યો છે. આરોપીઓના વકીલે આ વાતનો વિરોધ કર્યો અને કહ્યું કે, આ સીબીઆઈના અધિકાર ક્ષેત્રમાં નથી આવતું.

 કોર્ટના નિર્દેશાનુસાર, જેલથી રિમાન્ડ લેવા અને પરત લઇ જતા પહેલા મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. ન્યાયાલયે આદેશ આપતા એમ પણ કહ્યું કે રિમાન્ડ લીધા પછી કોઈ પણ પ્રકારની થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવામાં ના આવે.

 રૂમને કરવામાં  આવ્યા સીલ

 નિરંજની અખાડાના સચિવ મહંત રવિન્દ્ર પુરીએ જણાવ્યું કે, ફોરેન્સિક  અને સીબીઆઈ તપાસ પછી મહંતના તમામ રૂમને સીલ કરી દેવામાં આવ્યા છે. ફોરેન્સિકની ટીમ લગભગ ૯૦ ટકા તપાસ કરી ચુકી છે. સીબીઆઈની ટિમ દરેક પાસા પર મહંત નરેન્દ્રગીરી સાથે જોડાયેલા મામલા ઉપર તપાસ કરી  રહી છે.

  ત્રીજા દિવસે પણ સીબીઆઈએ કર્યો સીન રિક્રિએશન

 મહંત નરેન્દ્રગીરીની આત્મહત્યા મિસ્ટ્રી સુલઝાવવા માટે સીબીઆઈની ટિમ ત્રીજા દિવસે પણ બાઘમ્બરી મઠ પહોંચી હતી. અને બીજી વાર પણ સીન રિક્રિએશનનો પ્લે કર્યો હતો. ફરીથી મહંતે  ૮૫ કિલોના પૂતળાને પંખાથી લટકાવવામાં આવ્યા અને શિષ્યને ઉતારવાનું કહ્યું. નિરંજની અખાડાના સચિવ રવિન્દ્ર પુરી મહારાજે જણાવ્યું કે સીબીઆઈના ત્રીજા દિવસે પણ ક્રાઇમ સીન પ્લે કર્યા. તેના પછી સીબીઆઈએ કેટલાક પ્રશ્નો પૂછ્યા. મહંત નરેન્દ્રગીરીના વ્યવહાર અને તેના વિવાદો વિશે જાણકારી મેળવી. સાથે જ વિદ્યાલયના શિષ્યોની પણ પૂછતાછ કરવામાં એવી.

(2:42 pm IST)