Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

પંજાબ કોંગ્રેસ પ્રમુખ પદ છોડતા નવજોત સિંહ સિધ્ધુ

આજે બપોરે રાજીનામુ સોનિયા ગાંધીને મોકલ્યુઃ પક્ષની સેવા કરતા રહેવા જણાવ્યું : મુખ્યમંત્રી પદ નહી મળતા રાજીનામુ આપ્યાની ચર્ચા

અમૃતસર તા.ર૮ : પંજાબ કોંગ્રેસમાં ફરી એક વખત ડખ્ખો થયો છે. નવજોતસિંઘ સિંધુએ પંજાબ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદે રાજીનામુ આપી સૌ કોઇને ચોકાવી દીધા છે. આજે તેમણે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામુ મોકલી આપ્યુ છે.

નવજોત સિધ્ધુએ સોનિયા ગાંધીને મોકલેલા પત્રમાં કહયુ છે કે કોઇપણ વ્યકિતત્વમાં ગીરાવટ સમજુતી શરૂ થાય છે. હું પંજાબના ભવિષ્યને લઇને કોઇને બાંધછોડ ન કરી શકું તેથી હું પંજાબ પ્રદેશ અધ્યક્ષના પદ પરથી તાત્કાલીક રાજીનામુ આપુ છુ.

જો કે તેમણે પક્ષમાં જ રહેવાનો નિર્ણય કર્યો છે.અત્રે એ નોંધનીય છે કે થોડા મહિના સિધુને પુર્વ મુખ્યમંત્રી કેપ્ટન સાથે વાંધો હતો. બાદમાં કેપ્ટને રાજીનામુ આપ્યુ હતુ અને તે પછી ચરણજીત ચન્ની મુખ્યમંત્રી બન્યા હતા. કહેવાય છે કે સિધ્ધુ ખુદ મુખ્યમંત્રી બનવા માંગતા હતા. પરંતુ પક્ષે ચન્ની ઉપર કળશ ઢોળયો હતો. જેને કારણે સિધુએ રાજીનામુ આપ્યુ હોવાનું કહેવાય છે કે હું કોંગ્રેસ પક્ષની સેવા કરતો રહીશ.

(3:54 pm IST)