Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

દિલ્હી હિંસા આયોજનપૂર્વક ઘડેલુ ષડયંત્ર હતુ

હાઇકોર્ટે આપ્યો ચુકાદો : કાયદાકીય વ્યવસ્થા બગાડવાનું કાવતરૂ : CCTV તોડવું પણ એનો જ ભાગ

નવી દિલ્હી તા. ૨૮ : દિલ્હી હાઇકોર્ટ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્હીમા થયેલા દંગાઓને લઈને ચુકાદો આપવામાં આવ્યો હતો. જેમાં કહ્યું હતું કે આ પ્લાનિંગથી કરવામાં આવેલ ષડયંત્ર હતું.

દિલ્હી હાઇકોર્ટ દ્વારા ફેબ્રુઆરી ૨૦૨૦માં દિલ્હીમા થયેલા દંગાઓને લઈને ચુકાદો આપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સુનિયોજિત દંગા કહેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિડીયો ફૂટેજ જે પક્ષ દ્વારા રજૂ કરવાંમાં આવ્યા છે તેના દ્વારા સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે પ્રદર્શનકારીઓ એક પ્લાનિંગ સાથે જ આવ્યા હતા અને શહેરમાં સામાન્ય જનજીવન ખોરવી નાખવાનો તેમનો આશય હતો. માટે આ આખી ઘટના એક વેલ પ્લાન્ડ દુર્ઘટના હતી.

કોર્ટે કહ્યું હતું કે દંગા કરનાર લોકો દ્વારા સીસીટીવીને નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરવામાં આવતા આ શહેરમાં કાનૂન વ્યવસ્થા બગાડવાનું ષડયંત્ર હોવાનું સ્પષ્ટ થાય છે.

દિલ્હી રમખાણોના એક આરોપીને જામીન આપવાનો ઇનકાર કરતા જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદે કહ્યું, 'સીસીટીવી કેમેરાની વ્યવસ્થિત તોડફોડ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવાના પૂર્વ આયોજિત કાવતરાની પણ પુષ્ટિ કરે છે. એ પણ સ્પષ્ટ છે કે સેંકડો તોફાનીઓ નિર્દયતાથી લાકડીઓ અને બેટથી પોલીસ ટીમ પર હુમલો કર્યો.'

હાઇકોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પ્રદર્શન કારીઓ દ્વારા સરકારના કામકાજને અસ્તવ્યસ્ત કરવાનો પ્રયાસ અને સામાન્ય જીવનને બાધિત કરવાનો પ્રયાસ એક પ્લાન્ડ ષડયંત્ર નહીં તો શું કહેવાય?

વિરોધ દરમિયાન આરોપી મોહમ્મદ ઈબ્રાહિમ તલવાર લઈને આવ્યો હતો. તેમના વકીલે દલીલ કરી હતી કે રતનલાલ તલવારથી મૃત્યુ પામ્યા નથી, તેમની ઇજાઓ અંગેના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે, અને આરોપીએ માત્ર પોતાની અને પરિવારની સુરક્ષા માટે તલવાર ઉપાડી હતી.

(3:32 pm IST)