Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સંશોધનમાં થયો ખુલાસો

વાતવાતમાં રડવા લાગતા લોકોનું વજન જલ્દી ઉતરશેઃ તણાવથી થાય છે મુકત

નવી દિલ્હી, તા.૨૮: આપણે દ્યણી વખત એવી વ્યકિતને ધ્યાનમાં લઈએ છીએ, જે વાત વાતમાં રડવા લાગે છે. પરંતુ તમને જાણીને આશ્યર્ય થશે કે આવી રીતે રડવું ખોટું નથી. આવું કરવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. એક સંશોધન મુજબ, રડવાથી આપણા શરીરનું વજન ઘટે છે. સંશોધનમાં આ વાત સામે આવી છે.

સંશોધનમાં જાણવા મળ્યું છે કે રડવું સ્થૂળતા દ્યટાડે છે. સંશોધકે જણાવ્યું કે રડવાથી આપણું ડિપ્રેશન પણ ઓછું થાય છે. સંશોધકો કહે છે કે લાગણીશીલ બનવાથી આપણું કોર્ટિસોલ સ્તર વધે છે. જયારે પણ આપણે ભાવનાત્મક રીતે આંસુ વહાવીએ છીએ, ત્યારે આપણા શરીરનું કોર્ટિસોલ લેવલ તેની સાથે વધે છે. આ આપણા શરીરનું વજન ઘટાડે છે.

સંશોધન કહે છે કે રડવાથી તમારા શરીરમાં રહેલા ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. બાયોકેમિસ્ટ વિલિયમ ફ્રાયે આ સિદ્ઘાંતને ટેકો આપ્યો છે. આ સંશોધનમાં સૌથી મહત્વનો દાવો કરવામાં આવ્યો છે કે સાંજે ૭ થી ૧૦ દરમિયાન રડવું શરીરના વજનમાં નોંધપાત્ર ઘટાડો કરે છે. વજન ઘટાડવા માટે રડવાનો આ શ્રેષ્ઠ સમય છે.

સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે જયારે આપણે આપણી આંખોમાંથી આંસુ વહાવીએ છીએ ત્યારે આપણું શરીર ચરબીનો સંગ્રહ કરવામાં અસમર્થ હોય છે. કારણ કે આવી સ્થિતિમાં, આપણા શરીરમાં જે પણ તણાવ પેદા કરતા હોર્મોન્સ હોય છે, તે છૂટી જાય છે. જો કે, જો તમે બિનજરૂરી રીતે રડો છો, તો તે તમારા શરીરનું વજન ઘટાડતું નથી. વજન ઘટાડવા માટે રડતી વખતે સાચી લાગણીઓ હોવી જોઈએ. જો તમારી લાગણીઓ સાચી નથી, તો પછી તમે બિલકુલ વજન ગુમાવશો નહીં.

(3:53 pm IST)