Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

જમ્મુ-કાશ્મીરમાં સેનાની મોટી કાર્યવાહીઃ ૫ દિવસમાં ૪ આતંકીઓ ઠાર

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ સેના દ્વારા આતંકીઓનું સફાયા અભિયાન ચાલી રહ્યું છે

શ્રીનગર, તા.૨૮: જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ હટાવ્યા બાદ સેના દ્વારા આતંકીઓનું સફાયા અભિયાન ચાલી રહ્યું છે અને સીમાપારથી દ્યુસપેઠ કરી રહેલા આતંકીઓની કોશિશ નાકામ કરવામાં આવી રહી છે, ત્યારે આ આ વચ્ચે ઉરીમાં ભારતીય સેનાએ વધુ એક મોટી કાર્યવાહી કરી છે.

જમ્મુ-કાશ્મીરમાં આવેલા ઉરી સેકટરમાં સેના દ્વારા એક પાકિસ્તાની દ્યૂસપેઠ કરી રહેલા આતંકીને પકડવામાં આવ્યો છે,જયારે એક આતંકીને ઠાર કરવામાં આવ્યો છે. આ જ પ્રમાણે સેના દ્વારા ઉરી સેકટરમાં છેલ્લા ૫ દિવસોમાં ૪ આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. જો કે આ ઓપરેશન દરમ્યાન સેનાના ૩ જવાનો દ્યાયલ પણ થયા છે.આપને જણાવી દઈએ કે, સેનાનું આ ઓપરેશન ૧૮ સપ્ટેમ્બર એટલે કે છેલ્લા ૧૦ દિવસથી LOC પાસે ઉરીમાં ચાલી રહ્યું છે. આ ઓપરેશન દરમિયાન પકડવામાં આવેલા આતંકીઓને આજે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

આજે પકડવામાં આવેલા આતંકીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે,. તમને જણાવી દઈએ કે, આતંકીઓ ભારતમાં દ્યૂસવાની તૈયારીઓ કરી રહ્યા હતા. તેઓ પાસેથી ૫ AK-47, ૮ પિસ્તોલ અને ૭૦ ગ્રેનેડ જપ્ત કરાયા છે.

આ અંગે જણાવતા ૧૫મા કોરના કમાન્ડર જનરલ ડીપી પાંડેએ જણાવ્યું હતું કે, બરફ પડવાથી પહેલા પાકિસ્તાન દ્વારા દ્યુસપેઠની કોશિશ વધી જાય છે. જો કે હાલમાં સેનાની આ કાર્યવાહીથી કાશ્મીર દ્યાટીમાં હાલત સુધરી રહ્યા છે અને બીજી બાજુ પાકિસ્તાન આ વિસ્તારમાં આતંકવાદને વધારવા માટેની તમામ કોશિશ કરી રહ્યું છે, ત્યારે આ જ કડીમાં આ આતંકી દ્યુસપેઠ ચાલી રહી છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને દેશો વચ્ચે યુદ્ઘવિરામ કરાર હોવા છતાં, તાજેતરના સમયમાં નિયંત્રણ રેખા પર પાકિસ્તાન દ્વારા દ્યુસણખોરીના અનેક પ્રયાસો થયા છે. આ પ્રયાસોને જોતા ભારતીય સેના આજે બપોરે ૧૨ વાગ્યે મીડિયા બ્રીફિંગ કરશે. એવી અપેક્ષા છે કે આ બ્રીફિંગમાં મહત્ત્।મ ધ્યાન ઉરી કામગીરી પર રહેશે.

૨૩ સપ્ટેમ્બરે ભારતીય સુરક્ષા દળોએ જમ્મુ -કાશ્મીરના ઉરી નજીક રામપુર સેકટરમાં ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા અને મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા હતા. સેનાના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ આતંકવાદીઓ તાજેતરમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) થી ભારતીય સરહદમાં પ્રવેશ્યા હતા.

સેના છેલ્લા દ્યણા દિવસોથી જમ્મુ -કાશ્મીરમાં આવેલા ઉરીમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. સેનાને માહિતી મળી છે કે સરહદ પારથી કેટલાક આતંકવાદીઓ દ્યૂસણખોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સાથે સેના કેટલાક શંકાસ્પદ આતંકવાદીઓને પણ શોધી રહી છે. આ સર્ચ ઓપરેશન ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થયું હતું. આ ઓપરેશનમાં સેનાને પણ મોટી સફળતા મળી, જયારે સેનાએ ગયા અઠવાડિયે આ વિસ્તારમાં ત્રણ આતંકીઓને ઠાર કર્યા હતા.

(3:54 pm IST)