Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

નવજોત સિંહ સિદ્ધૂના રાજીનામાં પર અમરિન્દરસિંહે કહ્યું - મે પહેલા જ કહ્યુ હતુ કે તે આ સરહદી રાજ્ય માટે સાચા વ્યક્તિ નથી

રાજ્યમાં થયેલા મંત્રી મંડળ વિસ્તારમાં કેટલાક લોકોને સામેલ કરવામાં આવતા સિદ્ધુ નારાજ

નવી દિલ્હી : નવજોત સિંહ સિદ્ધૂના પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદ છોડવા પર પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર સિંહની પ્રતિક્રિયા આવી છે. અમરિંદર સિંહે કહ્યુ, “મે પહેલા જ કહ્યુ હતુ કે તે આ સરહદી રાજ્ય માટે સાચા વ્યક્તિ નથી.”

તાજેતરમાં ઘણા વિવાદ બાદ કોંગ્રેસના પંજાબના પ્રદેશ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂએ અચાનક પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ છે. નવજોત સિંહ સિદ્ધૂએ પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર પણ લખ્યો છે. કહેવામાં આવી રહ્યુ છે કે તાજેતરમાં રાજ્યમાં થયેલા મંત્રી મંડળ વિસ્તારમાં કેટલાક લોકોને સામેલ કરવામાં આવતા તે નારાજ હતા.

પંજાબની વિધાનસભા ચૂંટણીના કેટલાક મહિના પહેલા જ આ રાજીનામાએ કોંગ્રેસના નેતૃત્વને ચોકાવી દીધુ છે અને એક મોટા ઝટકાના રૂપમાં તેને જોવામાં આીવ રહ્યુ છે, કારણ કે ગાંધી પરિવારને સિદ્ધૂને પંજાબ કોંગ્રેસના પ્રમુખના રૂપમાં નિયુક્ત કરવા વિશે ચેતવણી આપવામાં આવી હતી. આ પ્રિયંકા ગાંધી વાડ્રા હતા જેમણે તમામ વિરોધ છતા સિદ્ધૂને આગળ વધાર્યા હતા.

બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ સિદ્ધૂના રાજીનામા પર ટિપ્પણી કરતા તેમણે દલિત વિરોધી ગણાવ્યા છે. આમ આદમી પાર્ટીના પ્રવક્તા સૌરભ ભારદ્વાજે કહ્યુ, તેનાથી આ ખબર પડે છે કે સિદ્ધૂ દલિત વિરોધી છે, એક ગરીબ માતાના પુત્રને મુખ્યમંત્રી બનાવવાનું સહન નથી કરી શક્યા.

મહત્વપૂર્ણ છે કે પંજાબમાં સિદ્ધૂ અને કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે લાંબા સમયથી ખેચતાણ ચાલતી હતી. પાર્ટી હાઇકમાનના તમામ પ્રયાસ છતા કેટલાક સમય પહેલા બન્ને વચ્ચે સમજૂતિ થતી જોવા મળી હતી પરંતુ બાદમાં કેપ્ટને મુખ્યમંત્રીની ખુરશી છોડીને જણાવી દીધુ હતુ કે તે સિદ્ધૂ સાથે કોઇ પણ રીતની સમજૂતિના મૂડમાં નથી.

(7:02 pm IST)