Gujarati News

Gujarati News

News of Tuesday, 28th September 2021

સચિન વાજેને હોસ્પિટલમાંથી નહિ મળે રજા : હોમ કસ્ટડીની અરજીનો નિર્ણય સુધી ડિસ્ચાર્જ નહિ કરવા કોર્ટનો નિર્દેશ

હાર્ટ સર્જરી બાદ રિકવરી માટે તેને હોમ કસ્ટડીમાં રહેવાની મંજૂરી માંગતી અરજી કોર્ટમાં કરી હતી

મુંબઈની વિશેષ અદાલતે હોસ્પિટલને નિર્દેશ આપ્યો હતો કે બરતરફ કરાયેલા પોલીસ કર્મચારી સચિન વાજેની હોમ કસ્ટડી માટેની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને ડિસ્ચાર્જ આપવામાં ન આવે. વાજે હાર્ટ સર્જરી (ઓપન હાર્ટ સર્જરી) પછી હોસ્પિટલમાં દાખલ છે

, મુકેશ અંબાણીના મુંબઈ સ્થિત ઘર એન્ટીલિયાની બહાર એક વાહનમાં વિસ્ફોટક સામગ્રી મળવાના મામલે તથા મનસુખ હિરેન હત્યા કેસમાં આરોપી છે. હોસ્પિટલે કોર્ટને જાણ કરી હતી કે વાજેને 28 સપ્ટેમ્બરે રજા મળી શકે છે. વાજેએ તેમના વકીલ રૌનક નાયક મારફતે મંગળવારે વિનંતી કરી હતી કે જ્યાં સુધી તેમની હોમ કસ્ટડી માટેની અરજી પર નિર્ણય ન આવે ત્યાં સુધી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં ન આવે.

વાજે ગયા અઠવાડિયે દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે હાર્ટ સર્જરી બાદ રિકવરી માટે તેને હોમ કસ્ટડીમાં રહેવાની મંજૂરી આપવામાં આવે. જોકે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે વાજે ફરાર થઈ શકે છે. મંગળવારે, સ્પેશિયલ જજ એ.ટી. વાનખેડેએ હોસ્પિટલને બુધવાર સુધી વાજેને ડિસ્ચાર્જ ન આપવાનો નિર્દેશ આપ્યો હતો, કારણ કે તેમની અરજી પર તે જ દિવસે સુનાવણી થવાની છે.

બેન્ચે કહ્યું કે આપણા દેશમાં સૌથી મોટી સમસ્યા એ છે કે કોઈપણ આદેશને લાગુ કરવાનો છે. ખંડપીઠે કહ્યું, “કાયદાઓ તો છે, પરંતુ આખરે તેનો  અમલ પણ થવો જોઈએ. અમારા આદેશનો સાચી ભાવનાથી અમલ થવો જોઈએ. ”

(12:57 am IST)