Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અયોધ્યામાં સુર કોકિલા લતા મંગેશકરના જન્મદિવસ નિમિત્તે આજે બુધવારે "લતા મંગેશકર ચોક"નું ઉદ્ઘાટન કરશે

નવી દિલ્હી :  આજે બુધવારે, અયોધ્યાના સરયુ કાંઠે આવેલ નયા ઘાટ ચોક પર નિર્માણાધીન સ્વ કોકિલા લતા મંગેશકર ચોકમાં ૪૦ ફૂટ લાંબી વીણા સ્થાપિત કરવામાં આવી છે.  લગભગ ૧૪ ટન વજનની વીણાની પ્રતિમાને ચોકના પ્લેટફોર્મ પર લગાવવા માટે ક્રેનની મદદથી લઈ જવી પડી હતી.  હવે આ ચોક લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવશે, આ પ્રસંગે લતા મંગેશકર પરિવારના લોકો પણ હાજર રહેશે. અયોધ્યાના સાધુ સંતો અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. નવા ચોકનું નામ હવે લતા મંગેશકર ચોક તરીકે ઓળખવામાં આવશે.
 
સ્થાનિક રહેવાસી અમિત શર્માએ જણાવ્યું કે સુર કોકિલા લતા મંગેશકરજીએ ભગવાન શ્રી રામના ઘણા ગીતો ગાયા છે, તેમના નામ પર લતા મંગેશકર ચોકના નિર્માણ બાદ અયોધ્યામાં પર્યટનને પ્રોત્સાહન મળશે, તે અયોધ્યા માટે ઘણું સારું રહેશે.

 

(11:10 pm IST)