Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

યા દેવી સર્વભુતેષુ માતૃરૂપેણ સંસ્‍થીતામ

નોરતુ ૩જુ : યા દેવી શકિતરૂપેણ સંસ્‍થિતાં

નવરાત્રી એટલે મા દુર્ગા, માં ચંડી-ચામુંડા  સિંહ વાહીની માતા, આદ્યશકિત આમ કેટકેટલા નામ અને સ્‍વરૂપે ભજાતી જગત જનની..માં તો માં છે તેને તમે કોઇપણ નામે પોકારો, કોઇ પણ નામે ભજો પોતાના બાલૂડાની સંભાળ લેવા તે હરપળ તત્‍પર રહે છે

દુર્ગા નામના રાક્ષસનો સંહાર કરનારી દેવી દુર્ગા કે પછી પાર્વતી કે ઉમા તરીકે ઓળખાતી અંબિકા કોઇપણ રીતે ભજો કોઇપણ રૂપ ેભજો જો હૃદયમાં શ્રદ્ધાં અને કરૂણા રાખશો તો મા કોઇપણ નામ અને સ્‍વરૂપે તમારી કુળદેવી રૂપે કે આરાધ્‍યા દેવી બનીને સહાય કરશે.

નવરાત્રી માં માતાના દુર્ગાસ્‍વરૂપના નવદેવોનું પુજન કરવામાં આવે છે. આ ઉપરાંત આ દરમ્‍યાન દરેક વ્‍યકિત પોતાની કુળદેવી માતાની પણ આરાધના કરતા હોય છ.ે

ભાવનગરના રાજવી પરિવારના કુળદેવી તેમજ પટેલ સમાજના પણ કુળદેવી આદ્યશકિત ખોડીયારમાંનું આ નવલા નોરતામાં પુજન, અર્ચન કરી માને  ખુશ કરી માની કૃપા મેળવવા લાખો લોકો પ્રયાસ કરતા હોય છે સૌરાષ્‍ટ્રમાં અને ગુજરાતમાં માં ખોડલના અનેક પ્રખ્‍યાત મંદિરો આવેલા છ.ે જેમા માટેલ, ગળધરા, રાજપરા, સવની, કાગવડ વિ. અને જગ્‍યાએ માની હાજરી તા પરચા પુરતા અનેક મંદિરો આવેલા છે શિહોર તાલુકાના રાજપરા ગામે ખોડીયાર માતાજીનું પ્રસિધ્‍ધ મંદિર આવેલ છે મંદિરની સામેજ ધરો છે એટલે તે તાતણીયા ધરાવાળી ખોડિયાર માં તરીકે લોકોના મનોરથ પુરા કરે છ.ે ભાવનગરના રાજવી કુટુંબની પ્રાર્થનાથી માં અહી પ્રગટ થયા હતા. અને તેથી તે રાજવી પરિવારના કુળદેવી તરીકે પૂજાય છે. માઇભકતો અહી દર રવિવારે અને મંગળવારે શકિતપીઠ જેવા આ તીર્થદ્વારો આવી માની માનતાઓ પુરી કરવા માટે પુજન-અર્ચન, પાઠ અને વિધિ કરે છે  અને કરાવે છે.

આ સિવાય ધારી, માટેલ, કાગવડ જેવા અન્‍ય પણ પ્રસિધ્‍ધ અને પ્રતિષ્‍ઠીત લોકોની આસ્‍થાના કેન્‍દ્રસમા ખોડીયાર માતાજીના અનેક મંદિરો આવેલ છે જયા મગર-પર બિરાજમાન માં ખોડીયાર તેના પારે આવેલ અને માથુ ટેકવનાર દરેક ભકતના સુખ અને કલ્‍યાણ માટે હાજરા હજુર રહે છ.ે મા ખોડીયાર છ બહેનો અને એક ભાઇ કકુલ સાત બહેનો) સહિત ચારણ પરિવારમાં જન્‍મેલા હતા પરંતુ પોતાના જીવન દરમ્‍યાન અનેક ચમત્‍કારો તેમણે કરેલા અને લોકોના હૃદયમાં દેવી તરીકેનુ સ્‍થાન પામ્‍યા હજુ આજે પણ તેમના અનેક પરચાઓ લોકોને મળતા રહે છે. માત્ર એક દિવાથી માનતા માનનારાના કોડ પણ માં પુરા કરેછેઅ ને એટલે જ અનેક લોકોની આશા પુરનારી માં ખોડલ ઘેર ઘેર પુજાય છે આ નવરાત્રીમાં ખોડીયાર માતાની કૃપા બધા પર વરસે તેવી પ્રાર્થના અસ્‍તુ

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:29 am IST)