Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

પેટમાં આટલી બધી ચમચી જોઈને ડોક્‍ટરો પણ આヘર્યચકિત થઈ ગયા

પેટમાં દુખાવાને કારણે યુવક હોસ્‍પિટલ પહોંચ્‍યો, ડોક્‍ટરોએ ઓપરેશન કરીને પેટમાંથી ૬૩ ચમચી કાઢી

મુઝફફરનગર,તા. ૨૮ : ઓપરેશન દરમિયાન પેટમાંથી ગાંઠો, પથરી નીકળવાના ઘણા અહેવાલો તમે સાંભળ્‍યા જ હશે. પરંતુ, શું તમે ક્‍યારેય સાંભળ્‍યું છે કે કોઈના પેટમાં સ્‍ટીલની ચમચી નીકળી હોય. તે પણ એક-બે નહીં પરંતુ ૬૩. યુપીના મુઝફફરનગરમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્‍સો સામે આવ્‍યો છે.

પેટમાં દુખાવાની ફરિયાદને લઈને હોસ્‍પિટલમાં દાખલ કરાયેલા દર્દીના પેટમાંથી ચમચા નીકળતા જોઈને તબીબો પણ આヘર્યચકિત થઈ ગયા હતા. તબીબોએ જણાવ્‍યું કે દર્દીની હાલત હાલ નાજુક છે.

મુઝફફરનગર જિલ્લાના મન્‍સૂરપુર પોલીસ સ્‍ટેશન વિસ્‍તારના બોપાડા ગામમાં રહેતા ૪૦ વર્ષીય વિજયને પેટમાં તીવ્ર દુઃખાવો હતો. તેની ફરિયાદના આધારે તેને મુઝફફરનગરની એક ખાનગી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. ડોક્‍ટરોએ તપાસ કરી તો પેટમાં એક વસ્‍તુ હતી.

ડોક્‍ટરોએ વિજયના પરિવારને કહ્યું કે તરત જ ઓપરેશન કરવું પડશે. પરિવારની સંમતિ બાદ વિજયનું ઓપરેશન કરવામાં આવ્‍યું હતું. ઓપરેશન થિયેટરમાં જયારે ડોકટરોએ તેના પેટમાં ચીરો કરીને વસ્‍તુ કાઢી તો તેઓ આヘર્યચકિત થઈ ગયા.

વિજયના પેટમાં સ્‍ટીલના કેટલાય ચમચી હતા. જોકે, તેનો આગળનો ભાગ ગાયબ હતો. એક પછી એક ડોક્‍ટરોએ તેના પેટમાંથી ૬૩ ચમચી કાઢી. લગભગ ૪ કલાક સુધી ડોક્‍ટરોએ વિજયનું ઓપરેશન કર્યું. ડોક્‍ટરોએ આ ઓપરેશનનો વીડિયો પણ બનાવ્‍યો હતો.

(10:38 am IST)