Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

ટોલીવૂડ સુપરસ્‍ટાર મહેશ બાબુના માતા ઇન્‍દિરા દેવીનું નિધન

મહેશ બાબુની માતા ઇન્‍દિરા દેવી છેલ્લા ઘણા સમયથી હોસ્‍પિટલમાં દાખલ હતા

હૈદરાબાદ તા. ૨૮ : સુપરસ્‍ટાર મહેશ બાબુની માતા ઈન્‍દિરા દેવી છેલ્લા કેટલાક અઠવાડિયાથી નાદુરસ્‍ત હતા અને તેમની હૈદરાબાદની ખ્‍ત્‍ઞ્‍ હોસ્‍પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઉલ્લેખનીય છે કે, તેણીને કેટલાક સમયથી વેન્‍ટિલેટર પર રાખવામાં આવ્‍યા હતા. આજે બુધવારે વહેલી સવારે તેણીએ હોસ્‍પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા. આ સપ્તાહમાં તેણીને AIG હોસ્‍પિટલમાં દાખલ કર્યા બાદ મહેશ બાબુએ ઘણી વખત તેની મુલાકાત લીધી હતી. સુપરસ્‍ટાર કૃષ્‍ણા ગરુનું વિજયનિર્મલા સાથે લગ્નને બાદ થોડા સમયમાં નિધન થયું હતું. આ બાદ ઇન્‍દિરા દેવી એકલા રહ્યા હતા.

સુપરસ્‍ટાર મહેશ બાબુની ઈન્‍દિરા દેવી લાંબા સમયથી ઉંમર સંબંધિત બિમારીઓથી પીડિત હતા. મહેશ બાબુ તેમની સાથે રહી તેની માતાની સંભાળ રાખતા હતા. મહેશ બાબુને તેમની વર્તમાન ફિલ્‍મ “SSMB28” ના શૂટિંગ શેડ્‍યૂલમાંથી લાંબો બ્રેક મળતા જ તેઓ માતા ઇન્‍દિરા દેવીની નિયમિતપણે સંભાળ રાખતા હતા.તેલંગાણાની TRS પાર્ટીના નેતા વાય સતીશ રેડ્ડીએ દુઃખ વ્‍યક્‍ત કરતા જણાવ્‍યું કે, સુપરસ્‍ટાર મહેશ બાબુની માતા ઈન્‍દિરા દેવી ગુરૂનું નિધન! તેમના પરિવારના સભ્‍યો પ્રત્‍યે સંવેદના. તેમના આત્‍માને શાંતિ મળે. ઓમ શાંતિ...મહેશ બાબુની તેમની માતા સાથે ખૂબ જ સારી બોન્‍ડિંગ જોવા મળતી હતી. તેમણે સોશિયલ મીડિયા દ્વારા અનેક વખત માતા ઇન્‍દિરા દેવી અંગે લખ્‍યુ છે. તાજેતરમાં જ મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુનું નાદુરસ્‍ત તબિયતના કારણે નિધન થયું હતું. આ બાદ આજે, હવે તેમની માતાનું અવસાન થયું છે. આ ઘટનાથી પરિવારના તમામ સભ્‍યો તેના ઘરે દોડી આવ્‍યા હતા. તેમના અંતિમ સંસ્‍કાર ટૂંક સમયમાં કરવામાં આવશે.

(12:28 pm IST)