Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કોરોનાના ૩૬૧૫ નવા કેસઃ ૨૨નાં મોત

દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૫,૭૯,૦૮૮ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે

નવી દિલ્હી, તા.૨૮: દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૬૧૫ નવા કેસ નોંધાયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૨૨ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં ૨૧૭.૯૬ કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં ૪,૪૫,૭૯,૦૮૮ લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી ૫,૨૮,૫૮૪ લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને ૪,૪૦,૦૯,૫૨૫  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા ૨૪ કલાકમાં ૪૯૭૨ લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા ૪૦,૯૭૯એ પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા ૦.૦૯ ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને ૯૮.૭૨ ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૧૯ ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે ૩,૨૩,૨૯૩  લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી ૮૯.૪૪ કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ ૧.૩૬ ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર ૧.૮૧ ટકા છે.

દેશમાં અત્યાર સુધીમાં ૨,૧૭,૯૬,૩૧,૫૦૦  લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે ૧૩,૮૭,૫૩૩  લોકોને રસી આપવામાં આવી હતી.(

(4:36 pm IST)