Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

અંતરિક્ષમાં કચરો ફેલાવામાં રશિયા ટોચે, ભારત છઠ્ઠા ક્રમે

અંતરિક્ષના કાટમાળને અંતરિક્ષનો કચરો કહેવામાં આવે છે : રશિયાની ૭ હજારથી વધુ રોકેટ બોડી કચરા તરીકે સ્પેસમાં

વોશિંગ્ટન, તા.૨૮ : અંતરિક્ષના કાટમાળને અંતરિક્ષનો કચરો પણ કહેવામાં આવે છે. જે ખરાબ થઈ ચૂકેલા સેટેલાઈટથી લઈને પેંટના ગુચ્છા સુધી સ્પેસમાં તરી રહ્યા છે. જ્યારે પણ અંતરિક્ષ કાટમાળની વાત આવે છે તો ચીનનો ઉલ્લેખ થાય છે. અમેરિકા અને ત્યાંની સ્પેસ એજન્સી નાસા આરોપ લગાવતા રહે છે કે ચીન પોતાના અંતરિક્ષ પ્રોગ્રામ દ્વારા સ્પેસ કચરાને વધારી રહ્યા છે.

જોકે આંકડા જણાવે છે કે સ્પેસ કચરાના મામલે ચીનથી પણ આગળ અમુક વધુ દેશ છે. નાસા નજીક હાજર ડેટાનો ઉપયોગ કરતા જર્મન ડેટાબેઝ કંપની સ્ટેટિસ્ટાએ તે દેશોની એક યાદી જાહેર કરી છે જે સૌથી વધારે અંતરિક્ષ કચરો પેદા કરવા માટે જવાબદાર છે.

તમારા અનુમાનથી આ લિસ્ટમાં સૌથી ઉપર કોણ હોઈ શકે છે. શુ અમેરિકા? એવુ નથી. લિસ્ટમાં સૌથી આગળ છે રશિયા. સ્ટેટિસ્ટાએ નાસાના ન્યુઝના ૪ ફેબ્રુઆરી ૨૦૨૨ સુધીના આંકડાનો હવાલો આપતા આ જણાવ્યુ છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે રશિયાની ૭ હજારથી વધારે રોકેટ બોડી કચરા તરીકે સ્પેસમાં ફરી રહી છે.

લિસ્ટમાં બીજા નંબરે અમેરિકા છે. ૫,૨૧૬ સ્પેસ કચરાના ટુકડાની સાથે અમેરિકા અંતરિક્ષમાં કાટમાળને વધારી રહ્યા છે. અમેરિકા બાદ લિસ્ટમાં ચીનનો નંબર છે. ત્રીજા નંબરે હાજર ચીને ૩,૮૪૫ કાટમાળના ટુકડાને અંતરિક્ષમાં છોડ્યા છે જે ભવિષ્યમાં સ્પેસ મિશન માટે પડકાર બની શકે છે. જાપાન અને ફ્રાન્સ ક્રમશ ચોથા અને પાંચમા નંબરે છે. આના ૫૨૦ અને ૧૧૭ કાટમાળના ટુકડા અંતરિક્ષ કચરાને વધારી રહ્યા છે.

લિસ્ટમાં ભારત પણ સામેલ છે. છઠ્ઠી પોઝિશન પર હાજર ભારતે અંતરિક્ષ કાટમાળ તરીકે ૧૧૪ ટુકડાને ત્યાં છોડ્યા છે. લિસ્ટમાં યુરોપીય અંતરિક્ષ એજન્સી સાતમા નંબરે છે. તેમના મિશનોના ૬૦ ટુકડા અંતરિક્ષમાં કચરાના રૃપમાં તરી રહ્યા છે. યુનાઈટેડ કિંગડમ પણ લિસ્ટમાં સામેલ છે. ૮મા નંબરે યુકેએ પણ પોતાના મિશન દરમિયાન ૧ કાટમાળના ટુકડાને અંતરિક્ષમાં છોડી દીધુ છે. બહારી અંતરિક્ષમાં કાટમાળ ફેંકવાથી મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે. આનાથી ભવિષ્યમાં મિશન લોન્ચ કરતા સમયે કાટમાળ તરીકે હાજર આ ટુકડા આપણાસેટેલાઈટ સાથે અથડાઈને તેમને નુકસાન પહોંચી શકે છે. અંતરિક્ષ કચરો ત્યારે પેદા થાય છે જ્યારે કોઈ અંતરિક્ષ એજન્સીનુ કોઈ મિશન પૂરુ થઈ જાય છે અને એજન્સી તે સેટેલાઈટ કે સ્પેસક્રાફ્ટને આમ જ છોડી દે છે. તે અંતરિક્ષમાં તરતો રહે છે.

(7:31 pm IST)