Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

અધિકૃત ડૉકર્ટર્સ-હોસ્પિટલ્સ જ હેર ટ્રાન્સપ્લાન્ટ કરી શકશે

નેશનલ મેડિકલ કમિશનએ ગાઈડલાઈન બહાર પાડી : એમસીએચ/ડીએનબીઅથવા ડર્મેટોલોજીમાં એમડી/ડીએનબી સર્જિકલ ટ્રેનિંગ ધરાવનાર ટ્રીટમેન્ટ કરી શકે

નવી દિલ્હી, તા.૨૮ : નેશનલ મેડિકલ કમિશન (એનએમસી)એ પહેલીવાર હેર ટ્રાન્સપ્લાન્ટ કોણ કરી શકે અને તેના માટે કેવા મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની જરૃર પડે તે અંગેની ગાઈડલાઈન બહાર પાડી છે. એનએમસીના કહેવા પ્રમાણે, વર્કશોપ અથવા યૂટ્યૂબ કે પછી આવા અન્ય પ્લેટફોર્મ પર હેર ટ્રાન્સપ્લાન્ટ સહિતની એસ્થેટિક પ્રોસિજર જોઈને તેની ટ્રેનિંગ શરૃ કરવી યોગ્ય નથી. *આવી પ્રક્રિયાઓ તાલીમબદ્ધ અને લાયસન્સ ધરાવતા રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર (આરએમપી) એટલે કે આધુનિક ચિકિત્સાની પ્રેક્ટિસ કરતાં વ્યક્તિ દ્વારા જ થઈ શકે છે*, તેવો ગાઈડલાઈનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં ડોનર સાઈટ (જે ભાગમાંથી વાળ લેવાના છે તે જગ્યા)માંથી સ્કેલ્પને બાદ કરતાં ઝીણાં વાળ લેવામાં આવે છે અને તેને ટાલ પડી હોય ત્યાં અથવા વાળ આછા થઈ ગયા હોય તે ભાગમાં લગાવવામાં આવે છે. એનએમસીગાઈડલાઈન પ્રમાણે, જેમની પાસે પ્લાસ્ટિક સર્જરીમાં એમસીએચ/ડીએનબીઅથવા ડર્મેટોલોજીમાં એમડી/ડીએનબીજેવી સર્જિકલ ટ્રેનિંગ ધરાવતા લોકો જ આ પ્રક્રિયા શરૃ કરી શકે છે. નેશનલ મેડિકલ કમિશને ચેતવણી આપતા કહ્યું, *ઘોસ્ટ સર્જરી એટલે કે દર્દીની જાણબહાર અને મંજૂરી વિના સર્જનના બદલે કોઈપણ વ્યક્તિ સર્જરી કરે તો તેને ગેરકાનૂની આચરણ ગણવામાં આવશે.* નેશનલ મેડિકલ કમિશને હેર ટ્રાન્સપ્લાન્ટ સહિતની કોસ્મેટિક પ્રોસિજર માટે મેનપાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વિગતવાર ગાઈડલાઈન બહાર પાડી છે.

ગાઈડલાઈન પ્રમાણે, હેર ટ્રાન્સપ્લાન્ટ એવી હોસ્પિટલમાં જ થવું જોઈએ જ્યાં ઈનડોર પેશન્ટને સારવાર કરવાની સુવિધા હોય. *સવારના ભાગમાં સર્જરી કરતાં ક્લિનિક હોય તો તે નજીકમાં

આવેલી આઈસીયુતેમજ ક્રિટિકલ કેર ફેસિલિટીઝ સાથેની હોસ્પિટલ જોડે યોગ્ય રીતે કનેક્ટેડ હોવી જોઈએ*, તેવો ગાઈડલાઈનમાં ઉલ્લેખ છે. નેશનલ મેડિકલ કમિશનના ઓર્ડરમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ખોટા કે અતિશયોક્તિપૂર્ણ દાવા સાથેની જાહેરાતો ના કરવી.

દિલ્હીના એક સલૂનમાં હેર ટ્રાન્સપ્લાન્ટની પ્રક્રિયામાં કથિત બેદરકારીના કારણે ૩૫ વર્ષીય પુરુષનું મોત થયું હતું. પીડિતે આ પ્રક્રિયા માટે ૩૦,૦૦૦ રૃપિયા આપ્યા હતા. હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી તેમને સ્કેલ્પમાં દુખાવો થવા લાગ્યો હતો અને ચહેરા તેમજ ખભા પર સોજો આવી ગયો હતો. છેવટે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

દિલ્હી હાઈકોર્ટે કેંદ્ર સરકાર અને દિલ્હી સરકારને આદેશ આપ્યો હતો કે, આવી પ્રક્રિયાઓ પર નજર રાખવામાં આવે અને આ પ્રક્રિયા જીવલેણ સાબિત થઈ શકે છે તે અંગે લોકોને જાગૃત કરવામાં આવે. આ અંગેના મેડિકલ પ્રોટોકોલ રાષ્ટ્રીય સ્તરે બનવા જોઈએ. દિલ્હીમાં આવેલી રામ મનોહર લોહિયા હોસ્પિટલના ડર્મેટોલોજીના પ્રોફેસર ડૉ. કબીર સરદાનાએ કહ્યું કે, જો આ ગાઈડલાઈનનું પાલન કડકપણે કરવામાં આવશે તો કેટલાય સ્વતંત્ર ક્લિનિક્સ માટે વિનાશકારી સાબિત થઈ શકે છે. અન્ય એક સ્કિન સ્પેશિયાલિસ્ટે કહ્યું, *જે પણ પ્રક્રિયામાં પેશન્ટને એનેસ્થેસિયા આપીને ઓપરેશન કરવામાં આવે તેમાં થોડા જોખમ તો રહેલા છે. દર્દીઓને દરેક સંભવિત જોખમોની જાણકારી હોવી જોઈએ અને તેમણે જે ક્લિનિક પસંદ કર્યા છે તે તમામ સુવિધાઓથી સજ્જ છે તેની ખાતરી કરવી જોઈએ.

(7:32 pm IST)