Gujarati News

Gujarati News

News of Wednesday, 28th September 2022

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારો કરાયો :મોદી કેબિનેટની મોટી જાહેરાત

કેન્દ્રીય કર્મચારીઓને 38 ટકા ડીએનો લાભ મળશે: જુલાઈ અને ઓગસ્ટનું અપાશે ડીએ એરિયર : અગાઉ માર્ચ 2022માં સરકારે DAમાં વધારાને મંજૂરી આપી હતી.

નવી દિલ્હી :કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. મોદી કેબિનેટે જુલાઈ 2022 માટે મોંઘવારી ભથ્થાને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી છે. હવે કેન્દ્રીય કર્મચારીઓનો DA વધીને 38 ટકા થઈ ગયો છે. મોંઘવારી ભથ્થું 1લી જુલાઈ 2022થી લાગુ થશે. એટલે કે જુલાઈથી જ કેન્દ્રીય કર્મચારીઓને 38 ટકા DAનો લાભ મળશે. આ માટે 2 મહિના (જુલાઈ અને ઓગસ્ટ)નું ડીએ એરિયર પણ આપવામાં આવશે. અગાઉ, સરકારે માર્ચ 2022 માં DAમાં વધારાને મંજૂરી આપી હતી, જે 1 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તેના કર્મચારીઓ માટે વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થાની જાહેરાત કરે છે.

  કેન્દ્રીય કર્મચારીઓ ઉપરાંત પેન્શન ધારકોને પણ મોંઘવારી રાહતનો લાભ મળશે. કેન્દ્રીય પેન્શનરોને મોંઘવારી ભથ્થામાં વધારો જેટલો જ લાભ મળે છે. તેમના માટે મોંઘવારી રાહતમાં પણ 4 ટકાનો વધારો થયો છે. હવે પેન્શનધારકોને પણ 38 ટકાના દરે પેન્શન મળશે. જો કોઈનું પેન્શન 20,000 રૂપિયા છે, તો 4 ટકાના દરે, તેનું પેન્શન એક મહિનામાં 800 રૂપિયા વધી જશે

(7:58 pm IST)