Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

અશોક ગેહ લોત દિલ્હી પહોંચ્યા:સોનિયા ગાંધી સાથેકરશે મુલાકાત: કહ્યું- ઘરની વાત છે, બધુ બરાબર છે

કોંગ્રેસની અનુશાસન સમિતિએ અશોક ગેહલોતના નજીકના ધારાસભ્યોને અનુશાસનહીનતાના મામલામાં કારણ દર્શાવો નોટિસ મોકલી

નવી દિલ્હી : રાજસ્થાન કોંગ્રેસમાં ઉભા થયેલા સંકટ વચ્ચે મુખ્યમંત્રી અશોક ગેહલોત દિલ્હી પહોંચ્યા છે. અશોક ગેહલોત કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરશે. દિલ્હી પહોંચવા પર અશોક ગેહલોતે કહ્યુ કે અમે કોંગ્રેસ અધ્યક્ષને અધીન કામ કરીએ છીએ. આવનારા સમયમાં તે અનુસાર નિર્ણય લેવામાં આવશે. 

તેમણે કહ્યું કે મીડિયાએ દેશના મુદ્દાને સમજવા જોઈએ. લેખકો, પત્રકારોને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યાં છે અને જેલમાં પૂરવામાં આવી રહ્યાં છે. અમને તેની ચિંતા છે અને રાહુલ ગાંધી તે માટે યાત્રા પર છે. ગેહલોતે કહ્યું કે આ ઘરની વાત છે, બધુ બરાબર છે. કાલે હું સોનિયા ગાંધી સાથે મુલાકાત કરીશ, ત્યારે હું તમારી સાથે વાત કરીશ. અત્યારે હું કહીશ કે કોંગ્રેસ પ્રમુખ, કોંગ્રેસની અંદર હંમેશા અનુશાસન રહ્યું છે. સોનિયા ગાંધીના અનુશાસનને દેશ જાણે છે. 

(11:44 pm IST)