Gujarati News

Gujarati News

News of Wednesday, 27th October 2021

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 734 લોકોના મોત : વધતો મૃત્યુઆંક ચિંતાજનક : દેશમાં નવા 16.315 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 17,019 દર્દીઓ રિકવર થયા : વધુ 734 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 4.56.418 થયો : એક્ટીવ કેસ 1.54.888 થયા : કુલ કેસની સંખ્યા 3.42.31.207 થઇ

સૌથી વધુ કેરળમાં 9445 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1485 કેસ,તામિલનાડુમાં 1075 કેસ, પશ્ચિમ બંગાળમાં 976 કેસ, મિઝોરમમાં 740 કેસ, આંધ્રપ્રદેશમાં 567 કેસ, ઓરિસ્સામાં 549 કેસ, કર્ણાટકમાં 282 કેસ, હિમાચલ પ્રદેશમાં 261 કેસ,આસામમાં 244 કેસ નોંધાયા

 

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી. દરરોજ લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે  ત્યારે છેલ્લા કેટલાય દિવસોથી કેરળમાં કોરોનાનો કહેર વધ્યો હતો દેશમાં કોરોનાનાં નવા 16.315 કેસ નોંધાયા છે. જ્યારે 17.019 દર્દીઓ રિકવર થયા છે

  દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં નવા 16.315 કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 734 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4.56.418 થયો છે છે છેલ્લા 24 કલાકમાં નવા 16.315 નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા 3.42.31.207 થઇ છે, એક્ટિવ સંખ્યા 1.54.888 થઇ છે છેલ્લા 24 કલાકમાં 17.019 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 3.36.06.719 લોકોએ કોરોનાને મહાત આપી છે
  દેશમાં સૌથી વધુ કેરળમાં 9445 કેસ, મહારાષ્ટ્ર્રમાં 1485 કેસ,તામિલનાડુમાં 1075 કેસ, પશ્ચિમ બંગાળમાં 976 કેસ, મિઝોરમમાં 740 કેસ, આંધ્રપ્રદેશમાં 567 કેસ, ઓરિસ્સામાં 549 કેસ , કર્ણાટકમાં 282 કેસ, હિમાચલ પ્રદેશમાં 261 કેસ,આસામમાં 244 કેસ નોંધાયા છે

(12:57 am IST)