Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

લોકડાઉનના અજબગજબ કિસ્સા

પત્નીને પતિમાં દેખાય છે ભાઈ, સાસૂમાં પોતાની માતા દેખાય છેઃ કંટાળેલા પતિએ છૂટાછેડા માગ્યા

ભોપાલ,તા. ૨૮: મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં એક વિચિત્ર મામલો સામે આવ્યો છે. અહીં એક મહિલાએ કોર્ટમાં અરજી કરી છે કે, તેના દિકરા અને વહુના છૂટાછેડા કરવામાં આવે. કાઉન્સિલરે જયારે આખી વાત સાંભળી તો બેઘડી તેમને પણ ચક્કર આવી ગયા. કેમ કે, દિકરાની વહુને પોતાના પતિમાં સગો ભાઈ અને સાસુમાં પોતાની માં દેખાય છે. એટલા માટે તે પતિ-પત્નિનો સંબંધ રાખી શકતી નથી. ભલે તેનો પતિ તેને છૂટાછેડા આપી દે, પણ આ મહિલા પોતાનું ઘર, પતિ અને સાસુને છોડીને કયાંય જવા માગતી નથી.

પતિએ કાઉન્સિલરને જણાવ્યુ હતું કે, તેમના લગ્નને દોઢ વર્ષ જેટલો સમય થઈ ગયો છે, પણ તેની પત્નિ તેને કયારેય નજીક આવવા દેતી નથી. તેથી તેમના વચ્ચે પતિ-પત્નીનો સંબંધ કયારેય બંધાઈ શકયો નથી. પત્ની કાયમ કહે છે કે, હું તમને ભાઈ માનુ છું, અને ભાઈની માફક જ વ્યવહાર કરીશ. પતિ જણાવે છે કે, સુધરી જશે એમ માનીને દોઢ વર્ષ સુધી ખેંચ્યું. ત્યાં સુધી કે, પત્નીને મનોવૈજ્ઞાનિક પાસે પણ લઈ ગયા. પણ પત્નીમાં કોઈ સુધારો જણાયો નહીં. એટલા માટે તે છૂટાછેડા લેવા માગે છે.

જયારે આ અંગે સાસુમાનું કહેવુ છે કે, કિસ્મતવાળા લોકોને આવી વહુ મળે છે, વહુ મારી ખૂબ સેવાચાકરી કરે છે, મને માનો દરજજો આપે છે. પણ તે પોતાનો પત્ની ધર્મ નથી નિભાવતી.

જયારે આ અંગે પત્નીને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ કે, મને અન્ય કોઈ પુરૂષ પસંદ પણ નથી, ન તો મેં માતા પિતાના દબાણમાં આવીને લગ્ન કર્યા છે, બસ તે આટલુ જલ્દી લગ્ન કરવા નહોતી માગતી, પણ પરિવાર વાળાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો એટલે મેં પણ હા પાડી દીધી. કેમ કે, તેને જોવા આવેલા સાસુ સસરાનો વ્યવહાર તેમને ખૂબ પસંદ આવ્યો હતો. બાદમાં લગ્ન થયા અને પતિ જે રીતે ખુશ રાખતો, દેખરેખ રાખતો તેનાથી એવુ લાગ્યુ કે, જાણે મારો ભાઈ મારુ ધ્યાન રાખી રહ્યો છે. અને આજ કારણ કે, તે પોતાના પતિ સાથે શારીરિક સંબંધ પણ બાંધી શકતી નથી. પત્નીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ છે કે, તે પોતાનું ઘર છોડીને કયાંય નહીં જાય, પતિને બીજા લગ્ન કરવા હોય તો છૂટી છે.

(9:40 am IST)
  • કોલ માફિયા ઝપટેઃ CBIએ ૩ રાજયોમાં ૪૦ સ્થળે પાડયા દરોડા : CBIનો સપાટોઃ પ.બંગા, બિહાર, ઝારખંડમાં ૪૦ સ્થળે દરોડાઃ કોલ માફિયા ઝપટે ચડયાઃ કોલસાની દાણચોરી બંધ કરવા પગલું: અનેક લોકો અને કંપનીઓને ત્યાં કાર્યવાહી access_time 3:19 pm IST

  • કોંગ્રેસના વચગાળાના ખજાનચી તરીકે પવનકુમાર બંસલની નિમણુંક : અહમદ પટેલના નિધનથી ખાલી પડેલી જગ્યા ઉપર કામચલાઉ નિમણુંક : કોંગ્રેસ પાર્ટીમાં અધ્યક્ષ ઉપરાંત હવે ખજાનચી પણ કામચલાઉ access_time 6:18 pm IST

  • અમદાવાદ શહેરમાં કોરોના વિસ્ફોટ :કોરોનાનું સંક્રમણ વધ્યું, ગોતા,બોડકદેવ અને થલતેજ બન્યા હોટસ્પોટ ઝોન: અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વધુ 24 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકાયા access_time 11:51 pm IST