Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

સરકારની નવી ગાઈડલાઈન્સ

Ola, Uber જેવી કંપનીઓ ઉપર નિયંત્રણો : ભાડુ સરકાર નક્કી કરશે

નવી દિલ્હી,તા. ૨૮:માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલયે શુક્રવારે મોટર વ્હીકલ એગ્રીગેટર ગાઈડલાઈંસ ૨૦૨૦-જાહેર કરી છે. આ ગાઈડલાઈન અંતર્ગત એગ્રીગેટર્સને રાજય સરકાર પાસે લાઈસન્સ લેવાનું રહેશે. સાથે જ રાજય સરકાર ભાડા પણ નક્કી કરશે. આ ઉપરાંત એગ્રીગેટરની પરિભાષાને પણ સામેલ કરવામાં આવી છે. તેના માટે મોટર વ્હીકલ ૧૯૮૮ના મોટર વ્હીકલ એકટ, ૨૦૧૯ને સંશોધિત કરવામાં આવ્યુ છે.

લક્ષ્યાંક શેયર્ડ મોબિલીટીને રેગ્યુલેટ કરવાની સાથે ટ્રાફિક અને પ્રદૂષણને ઓછુ કરવાનું છે. આ ઉપરાંત એગ્રીગેટરની પરિભાષાને પણ સામેલ કરવામાં આવી છે. તેના માટે મોટર વ્હીકલ ૧૯૮૮ના મોટર વ્હીકલ એકટ ૨૦૧૯ના સંશોધિત કરવામાં આવી છે. એગ્રીગેટરના બેસ ફેયરથી ૫૦ ટકા ઓછો ચાર્જ કરવાની મંજૂરી મળશે. કેન્સલેશન ફીઝનું કુલ ભાડૂ ૧૦ ટકા કરવામાં આવ્યુ છે. જે રાઈડર અને ડ્રાઈવર બંને માટે ૧૦૦ રૂપિયાથી વધારે નહીં હોય. ડેટાને ભારત સરકારના કાયદા અનુસાર સુલભ બનાવવનું હશે, પણ ગ્રાહકોના ડેટાને યુઝર્સની સહમતી વગર શેર કરી શકાશે નહીં.

સૂચિત ગાઈડલાઈન્સ અનુસાર હવે દરેક ડ્રાઈવરને ૮૦ ટકા ભાડૂ મળશે. જયારે કંપનીઓની પાસે ૨૦ ટકા ભાડૂ જ રહેશે. એગ્રીગેટરને રેગ્યુલેટ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઈડલાઈન્સનું રાજય સરકારોએ પાલન કરવાનું રહેશે. લાઈસન્સની જરૂરિયાતને ધ્યાને રાખીને ખાસ વ્યવ્સથા કરવાની રહેશે. એકટના સેકશન ૯૩ અનુસાર દંડની જોગવાઈ પણ છે.

(9:42 am IST)