Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

અમેરિકી રાષ્ટ્રપતિના ક્ષમાદાનના અધિકારો અસીમિત

પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇકલ ફલીનને માફી આપ્યા બાદ અમેરિકી બંધારણની ચર્ચા : ભારતમાં રાષ્ટ્રપતિ માફી આપવા માટે કેબીનેટની સંમંતિ લેવી પડે છે : કેબીનેટ નિર્ણય ન બદલે તો રાષ્ટ્રપતિ પાસે કોઇ વિકલ્પ રહેતો નથી

વોશિંગ્ટન : અમેરિકી રાષ્ટ્રપતિના કાર્યકાળના અંતિમ દિવસો ખૂબ જ અહમ થઇ જાય છે કે જાતા-જાતા રાષ્ટ્રપતિ કોને -કોને ક્ષમાદાન આપે છે. અમેરિકીમાં આ ક્રમમાં કોઇ પણ રાષ્ટ્રપતિના પદત્યાગની પહેલા પૂર્વ અંદરની ગુટબાજી જોર પકડે છે. અમેરિકાના રાષ્ટ્રપતિને સંવિધાન હેઠળ અધિકાર છે કે તેઓ સંધીય અપરાધના દોષીના ઇચ્છે તો માફી આપી શકે છે અથવા સજા સંભળાવી શકે છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પોતાના આ અધિકારનો ઉપયોગ કરી પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇકલ-ફેલીનને ક્ષમાદાન આપ્યુ છે,જે બે વાર એફબીઆઇ સામે ખોટુ બોલવાનો દોષી હતો. સુપ્રીમ કોર્ટે એક આદેશમાં જણાવેલ કે રાષ્ટ્રપતિના આ અધિકારીની કોઇ સીમા નથી અને કોંગ્રેસ પણ તેના ઉપર પાબંધી નથી લગાવી શકતી. ઘણી વાર રાષ્ટ્રપતિના નજીકના લોકોને કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કેમ કે કેટલાક ખાસ ક્ષમાદાનોને લઇને સવાલ ઉભા થવા સ્વાભાવીક છે.

જો કે માફી આપવાનો આ અધિકાર ખૂબ જ વ્યાપક છે અને રાષ્ટ્રપતિને તેના ઉપયોગ ઉપર કોઇને સફાઇ આપવાની જરૂર નથી. પણ કેટલીક સીમાઓ હોય છે. ઉદાહરણ રૂપે સંવિધાનના અનુચ્છેદ ૨ ની કલમ ૨ મુજબ અમેરિકી રાષ્ટ્રપતિઓને સંયુકત રાજ્ય વિરૂધ્ધ અપરાધના દોષીને સજા સ્થગીત કરવા અથવા માફ કરવાનો અધિકાર છે. સીવાય મહાભિયોગ મામલા આ સિવાય આ અધિકાર ફકત સંધીય  અપરાધોના મામલુે પ્રયુકત હોય છે સ્ટેટસ વિરૂધ્ધ અપરાધોના મામલામાં નહીં. રાષ્ટ્રપતિથી ક્ષમાદાન છતા સ્ટેટ સંબંધીત અપરાધી ઉપર સ્થાનીય કાયદા હેઠળ કેસ ચલાવી શકે છે.

ટ્રમ્પે ૨૯ લોકોને જ ક્ષમાદાન અને ૧૬ને દોષી જાહેર કર્યા છે. જ્યારે ઓબામાએ આઠ વર્ષના કાર્યકાળમાં ૨૧૨ ક્ષમાદાન આપેલ. જ્યારે ૧,૭૧૫ને સજા સંભળાવેલ. તે પહેલા બુશે ૭૭ લોકોને માફ કરેલ. ફ્રેંકલીન રૂઝવેલ્ટે ૧૨ વર્ષના શાસનમાં ૩,૭૯૬ લોકોને ક્ષમાદાન આપેલ.

અમેરિકામાં જ્યાં રાષ્ટ્રપતિ સ્વતઃ પ્રેરણાથી નિર્ણય લેવાની સ્વતંત્રતા છે, ત્યારે ભારતમાં રાષ્ટ્રપતિને આ અધિકારીના સમયે કેબીનેટની સહમતી લેવી પડે છે. બંધારણના અનુચ્છેદ ૭૨ હેઠળ રાષ્ટ્રપતિ મૃત્યુદંડની સજા મેળવેલ દોષીને ક્ષમાદાન, સજા સ્થગિત અથવા સજા મુકતી આપી શકે છે. અનુચ્છેદ ૧૬૧ હેઠળ આવો અધિકાર રાજ્યપાલને પણ છે પણ મૃત્યુદંડના મામલે નહીં. ઘણા મામલા સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવેલ કે દયા અરજી ઉપર વિચાર કરતા રાષ્ટ્રપતિને મંત્રી પરિષદની સલાહ અનુસાર નિર્ણય લેવાનો છે. રાષ્ટ્રપતિ દ્વારા પુનઃ વિચાર માટે એક વાર મોકલ્યા છતાં જો મંત્રી પરિષદ પોતાના નિર્ણય અંગે અફર રહે છે તો રાષ્ટ્રપતિ પાસે કોઇ વિકલ્પ બચતો નથી (અનુચ્છેદ ૭૪-૧)

ટ્રમ્પથી ક્ષમાદાન મેળવવામાં કેટલાક બીજા હાઇ પ્રોફાઇલ લોકો છે. જેમાં પૂર્વ સલાહકાર રિક ગેટ્સ અને જોર્જ પાપા ડેપુસસ છે. જેા ઉપર રૂસી તપાસ સંબંધી મામલાઓ ચાલી રહ્યા છે. અને નામ પોલ મૌન ફોર્ટનું છે. વિરોધી જુથ તો ટ્રમ્પના જમાઇ કુશનરનું નામ પણ ખેંચી રહ્યા છે. જેના ઉપર ડ્રગ ડીલીંગથી લઇને મની લોન્ડ્રીંગ સુધીના આરોપો છે.

(12:59 pm IST)
  • દેશમાં કોરોનાથી મૃત્યુઆંક 1.36 લાખને પાર પહોંચ્યો :એક્ટિવ કેસ ફરી વધ્યા : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 39,414 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,49,285 થયો :એક્ટીવ કેસ 4, 53,436 થયા: વધુ 39,815 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 87,57,524 રિકવર થયા :વધુ 438 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,190 થયો access_time 11:58 pm IST

  • ભડકાઉ ભાષણ દેવા બદલ અક્બરુદીન ઓવેસી અને તેલંગણા ભાજપ અધ્યક્ષ બાંદી સંજય વિરુદ્ધ કોર્ટ કેસ : હુસેન સાગર તળાવના કાંઠે મુકાયેલી પૂર્વ વડાપ્રધાન પી.વી.નરસિંહરાવ ,તથા એન.ટી.રામરાવની સમાધિ હટાવી દેવાની ચીમકી મુદ્દે બબાલ : હૈદરાબાદ મ્યુનિ. કોર્પોરેશન ચૂંટણી પ્રચારમાં સામસામા ભડકાઉ નિવેદનો કર્યા access_time 6:08 pm IST

  • દેશમાં કોરોનાથી રિકવર થનારની સંખ્યા 88 લાખને પાર પહોંચી : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 41,465 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 93,92,689 થયો :એક્ટીવ કેસ 4, 52, 960 થયા: વધુ 41,974 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 88,00,860 રિકવર થયા :વધુ 482 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,36,720 થયો access_time 12:04 am IST