Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

યોગી સરકારના લવ જેહાદના કાયદાને રાજયપાલ આનંદીબેનની મંજૂરીઃ આજથી જ અમલ

લખનૌ તા. ર૮: ઉત્તર પ્રદેશમાં લવ જેહાદની વિરૂદ્ધ રાજય સરકાર દ્વારા રજૂ થયેલા એક અધ્યાદેશને રાજયપાલ આનંદીબહેન પટેલે મંજૂરી આપી દીધી છે. આ સાથે આ અધ્યાદેશ આજથી લાગુ થઇ ગયો છે. આ સાથેએક નવજો કાયદો યુપીમાં અમલમાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત મંગળવારે ર૪ ઓકટોબરે ઉત્તર પ્રદેશ કેબિનેટે લવ જેહાદ પર અધ્યાદેશને મંજૂરી આપી હતી. આ બાદ આને રાજયપાલની પાસે પારિત કરાવવા માટે મોકલવામાં આવ્યો હતો. રાજયપાલ આનંદીબહેન પટેલે આજે આ અધ્યાદેશને મંજૂરી આપી દીધી છે. અધ્યાદેશમાં જણાવ્યાનુંસાર છેતરપિંડીથી ધર્મપરિવર્તન કરાવવા પર ૧૦ વર્ષની સજા થશે. આ ઉપરાંત સહમતિથી ધર્મ પરિવર્તન માટે જિલ્લાધિકારીને ર મહિના પહેલા સૂચના આપવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ સરકારે એલાન કર્યું હતું કે અમે લવ જેહાદ પર નવો કાયદો બનાવીશું. જેથી લાલચ, દબાણ અને ધમકી અથવા ફસાવીને થતા લગ્નની ઘટનાઓને રોકી શકાય.

આ પ્રપત્રનું ઉલંઘન કરનારને થશે ઓછામાં ઓછી ૬ મહિનાની અને વધુમાં વધુ ૩ વર્ષની જેલની સજા. સાથે ઓછામાં ઓછી ૧૦ હજાર રૂપિયાનો દંડ પણ લગાવવામાં આવશે. ત્યારે અનેક ધાર્મિક પુજારી, મૌલવી વગેરે જો પોતાના પ્રપત્રનું ઉલંઘન કરશે તે તેમને ઓછામાં ઓછા ૧ વર્ષ અને વધુમાં વધુ પ વર્ષની સજા થઇ શકે છે. ત્યારે ઓછામાં ઓછા રપ હજાર રૂપિયાનો દંડ લગાવી શકાય છે.

(2:33 pm IST)