Gujarati News

Gujarati News

News of Saturday, 28th November 2020

ગુજરાતમાં કોરોના વેક્સિનના બોક્સનો ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ સ્થપાશે : લક્ઝમબર્ગનો પ્રસ્તાવ સ્વીકારતા વડાપ્રધાન મોદી

દ્વિપક્ષીય શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી સમક્ષ બેટેલે આ અંગેનો પ્રસ્તાવ મૂક્યો હતો

અમદાવાદ : કોરોના વાઇરસની રસી આવવાની તૈયારીમાંછે ત્યારે વડાપ્રધાન મોદીએ લક્ઝમબર્ગનો પોતાની સમકક્ષ ઝેવિયર બેટલના વેક્સિનને લાવવા માટે ખાસ રેફ્રિજરેટેડ ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ લગાવવાનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.

આ ટ્રાન્સપોર્ટેશન પ્લાન્ટ ગુજરાતમાં સ્થાપવાની યોજના છે. દિલ્હી અને અમદાવાદ સ્થિત સત્તાવાર સૂત્રો મુજબ લક્ઝમબર્ગ ફર્મ બી મેડિકલ સિસ્ટમ્સ સોલર વેક્સિન રેફ્રિજરેટર, ફ્રીઝર અને ટ્રાન્સપોર્ટ બોક્સ સહિત એક વેક્સિન કોલ્ડ ચેઇન સ્થાપિત કરવા માટે એક ઉચ્ચસ્તરીય ટીમ ગુજરાતને મોકલી રહી છે. આવા એક સંપૂર્ણ પ્લાન્ટની સ્થાપના માટે લગભગ બે વર્ષની જરૂર પડશે.

કંપનીએ લક્ઝમબર્ગ પાસેથી કોલ્ડ બોક્સ અને સ્ત્રોત માટે સ્થાનિક બજારમાં શ્રેષ્ઠ સામગ્રી મેળવવા આત્મનિર્ભર ભારત હેઠળ શરૂઆત કરવાનો નિર્ણય કર્યો છે. આ ટ્રાન્સપોર્ટેડ બોક્સ શૂન્યથી નીચે ચાર ડિગ્રીથી 20 ડિગ્રી સુધી વેક્સિન ડિલિવર કરવામાં સક્ષમ હશે. જો કે લક્ઝમબર્ગ સ્થિત કંપનીની પાસે શૂન્યથી 80 ડિગ્રી નીચે વેક્સિન પરિવહનની ટેક્નોલોજી પણ છે.

વિદેશ મંત્રી જયશંકર લક્ઝમબર્ગ પ્રસ્તાવની વ્યક્તિગત રીતે દેખરેખ રાખી રહ્યા છે. યુરોપીયન સંઘમાં ભારતના રાજદૂત સંતોષ ઝા ગુજરાતની સાથે વ્યવસ્થાનો અંતિમ સ્વરૂપ આપવા માટે 20 નવેમ્બરે કંપનીના સીઇઓ અને ડેપ્યુટી સીઇઓને મળ્યા હતા.

જો કે સૌર, ઓઇલ, ગેસ અને વીજળીથી સંચાલિત આ ટ્રાન્સપોર્ટેશન બોક્સ 20211 સુધી મળવાની આશા છે. બી મેડિકલ સિસ્ટમ્સ કંપની બીજા તબક્કામાં ગુજરાતમાં ફક્ત ભારતને તેનો પુરવઠો પૂરો પાડવા પ્લાન્ટ નાખવા ઉપરાંત ત્યાંથી નિકાસ પણ કરશે

સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ 19 નવેમ્બર પહેલા દ્વિપક્ષીય શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી સમક્ષ બેટેલે આ અંગેનો પ્રસ્તાવ મૂક્યો હતો. ભારતમાં વેક્સિનના લાસ્ટ માઇલ સુધીના વિતરણની બાબતને ધ્યાનમાં રાખતા વડાપ્રધાને તરત આ તકનો ફાયદો ઉઠાવીને ગુજરાત સરકારની સાથે સંપર્ક સ્થાપિત કરનારી કંપની અને લક્ઝમબર્ગની કંપની તરફથી પ્રસ્તાવ મૂકાયા.

બી મેડિકલ સિસ્ટમ્સ ચિકિત્સા ઉપકરણ ઉદ્યોગમાં લક્ઝમબર્ગની અગ્રણી કંપની છે. તેની સ્થાપના 1979માં ત્યારે થઈ હતી જયારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (હુ)એ સમગ્ર વિશ્વમાં વેક્સિના સુરક્ષિત રીતે સંગ્રહ અને પરિવહન માટેનો ઉપાય શોધવા વિયાનડેનમાં મધર કંપની ઇલેક્ટ્રોલક્સની સાથે સંપર્ક કર્યો હતો. કંપની બ્લડ બેન્ક અને પ્લાઝમા સ્ટોરેજ રેફ્રિજરેટરમાં પણ વિશ્વમાં સૌથી આગળ છે

(8:58 pm IST)