Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

તેલંગણાની મહિન્દ્રા યુનિ.ના ૨૫ વિદ્યાર્થી કોરોના પોઝિટીવ

બંધ કોલેજ-સ્કૂલો ખૂલતાં કોરોના વકર્યો : પાંચ અધ્યાપકો પણ કોરોનાના સપાટામાં આવી ગયા

હૈદરાબાદ, તા.૨૭ : કોરોનાના કારણે એક વર્ષ સુધી બંધ રહેલી સ્કૂલો અને કોલેજો લગભગ તમામ રાજ્યોમાં ફરી ખોલી નાંખવામાં આવી છે ત્યારે હવે કોરોના વિદ્યાર્થીઓમાં ફેલાઈ રહ્યો છે. કર્ણાટકની એક મેડિકલ કોલેજમાં વિદ્યાર્થીઓમાં કોરોનાએ હાહાકાર મચાવ્યા બાદ હવે તેલંગાણામાં આવેલી મહિન્દ્રા યુનિવર્સિટીના ૨૫ વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. તંત્રના કહેવા પ્રમાણે તેમની સાથે પાંચ અધ્યાપકો પણ કોરોનાના સપાટામાં આવી ગયા છે.તમામને આઈસોલેશનમાં રખાયા છે.

હવે યુનિવર્સિટીનુ કેમ્પસ બંધ કરી દેવાયુ છે.કોરોનાના કેસ સામે આવ્યા બાદ તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ મળીને ૧૭૦૦ લોકોને આઈસોલેશનમાં રહેવા માટે કહેવાયુ છે.

મહત્વની વાત એ છે કે, આ યુનિવર્સિટીના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ વેક્સીનના બે ડોઝ લઈ લીધા છે અને એ પછી પણ વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થતા તંત્રની ચિંતા વધી ગઈ છે.

(12:00 am IST)