Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

IOCL એ આજે પેટ્રોલ ડીઝલના નવા ભાવ જાહેર કર્યા

ચારેય મેટ્રો સીટીમાં પેટ્રોલનો ભાવ રૂ. ૧૦૦ ને પાર છે

નવી દિલ્હી: સરકારી ઓઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના લેટેસ્ટ ભાવ જાહેર કરી દીધા છે. ગત 25 દિવસથી ઓઇલના ભાવમાં ફેરફાર થયો ન હતો. તો બીજી તરફ માર્કેટમાં દરરોજ કાચા ઓઇલના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ક્રૂડ ઓઇલના ભાવ 73 ડોલરની નીચે સરકી ગયો છે. IOCL ની વેબસાઇટના અનુસાર, આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં 1 લીટર પેટ્રોલની કિંમત 103.97 રૂપિયા અને ડીઝલનો ભાવ 86.67 રૂપિયા પર છે.

Oilprice.com ના અનુસાર ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો અહીં આજે WTI Crude 13.06 ટકાના ઘટાડાની સાથે 68.15 ડોલર પ્રતિ બેરલ પર જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ બ્રેંટના ભાવમાં આજે 11.55 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, ત્યારબાદ તેની કિંમત 72.72 ડોલર પર પહોંચી ગયો છે.

તમને જણાવી દઇએ કે દિવાળી પહેલાં કેંદ્ર સરકારે પેટ્રોલ-ડીઝલ પર ઉત્પાદન શુલ્કમાં ઘટાડો કર્યો હતો. ત્યારબાદ પેટ્રોલ 5 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 10 રૂપિયા પ્રતિ લીટર સુધી સસ્તું થઇ ગયું હતું. કેંદ્ર સરકારના આ પગલા બાદ ઉત્તર પ્રદેશ, કર્ણાટક સહિત દેશના 22 રાજ્યો અને કેંદ્ર શાસિત પ્રદેશોમાં પણ ઇંધણ પર વેટમાં ઘટાડો કર્યો હતો.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 103.97 રૂપિયા અને ડીઝલનો ભાવ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે.

મુંબઇમાં પેટ્રોલનો ભાવ 109.98 રૂપિયા અને ડીઝલનો ભાવ 94.14 રૂપિયા પ્રતિ લીટર છે.

કોલકત્તામાં પેટ્રોલનો ભાવ 104.67 રૂપિયા અને ડીઝલનો ભાવ 89.79 રૂપિયા પ્રતિ લીટર છે.

આ ઉપરાંત ચેન્નઇમાં પેટ્રોલનો ભાવ  101.40 રૂપિયા અને ડીઝલનો ભાવ 91.42 રૂપિયા પ્રતિ લીટર છે.

(11:56 am IST)