Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ભારતની સુરક્ષા માટે ચીનને ખતરારૂપ ગણાવતા CDS રાવત ચીને LAC પર જવાનોની અવનજાવન વધારી

બેજિંગ : ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખ પર જારી સરહદ વિવાદો વચ્ચે ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપિન રાવતના એક નિવેદનની ભારે ચર્ચા છે. સીડીએસ જનરલ બિપિન રાવતે ચીનને સુરક્ષા માટે સૌથી મોટો ખતરો ગણાવ્યું હતું. જેને પગલે હવે ચીન છંછેડાયું હતું અને રાવતના નિવેદનને ખતરનાક ગણાવ્યું હતું.

સાથે જ ચીને એલએસી પર જવાનોની ચહલ પહલ વધારી દીધી છે. ચીનના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા સીનિયર કર્નલ વૂ કિયાને કહ્યું હતું કે આ પ્રકારના નિવેદનોને કારણે બન્ને દેશો વચ્ચે વિવાદ વધી શકે છે. બેજિંગમાં એક ઓનલાઇન મીડિયા બ્રીફિંગ દરમિયાન સીનિયર કર્નલ વૂ કિયાને આ મુદ્દે વાત કરી હતી.

તેમણે દાવો કર્યો હતો કે કોઇ જ કારણ વગર ભારતના અધિકારીઓ ચીનના સૈન્યને એક ખતરો ગણાવે છે. આ પ્રકારના નિવેદનો ગેરજવાબદારી ભર્યા છે. ભારત-ચીન સરહદ મુદ્દા પર ચીનનુ વલણ સ્પષ્ટ છે અને સરહદે ચીન શાંતિ જાળવવા માટે પ્રતિબદ્ધ છે.

બીજી તરફ એવા અહેવાલો છે કે એલએસી પર અગાઉના શિયાળાની જેમ ચીને સૈન્ય ક્ષમતા વધારવાની તૈયારી શરૂ કરી દીધી છે. એવા અહેવાલો છે કે ચીન ફરી સરહદે સૈન્ય ક્ષમતા વધારીને ભારતીય સૈન્યને ભડકાવવાનો પ્રયાસ કરી શકે છે.

બીજી તરફ ભારતીય સૈન્ય પણ કોઇ પણ પરિસિૃથતિનો સામનો કરવા માટે તૈયારછે. ઇંડિયન આર્મીના એક અિધકારીના જણાવ્યા અનુસાર ચીનના જવાનો ગત શિયાળામાં ઠંડીનો સામનો કરવા સક્ષમ નહોતા જેથી તેમને દર બે દિવસે બદલવામાં આવતા હતા. જોકે ભારતીય જવાનો આ પ્રકારના હવામાનમાં પણ સરહદે સુરક્ષા કરવામાં સક્ષમ છે.

 

(12:19 pm IST)