Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

મમતા બેનરજીના નેતૃત્વ હેઠળ ટીએમસી વિપક્ષનો મુખ્ય ચહેરો બનવા માટે કોંગ્રેસ સાથે સ્પર્ધા

સોમવારે શરુ થનારા સંસદના શિયાળુ સત્રમાં પણ ટીએમસી કોંગ્રેસ સાથે સંકલન નહીં કરે: TMC નેતા

નવી દિલ્‍હી : મમતા બેનરજીના નેતૃત્વ હેઠળ ટીએમસી વિપક્ષનો મુખ્ય ચહેરો બનવા માટે કોંગ્રેસ સાથે સ્પર્ધા કરી રહી છે. કોંગ્રેસના નેતાઓને પોતાની પાર્ટીમાં સમાવી રહેલી ટીએમસીએ હવે કોંગ્રેસ દ્વારા વિપક્ષી પાર્ટીઓની બોલાવાયેલી બેઠકમાં પણ સામેલ નહીં થવાનુ નક્કી કર્યુ છે. ટીએમસી સાંસદ સુદીપ બેનરજીએ કહ્યુ હતુ કે, કોંગ્રેસ દ્વારા બોલાવાયેલી બેઠકમાં ટીએમસી હાજર નહીં રહે.

આ પહેલા પણ એક ટીએમસી નેતાએ કહ્યુ હતુ કે, સોમવારે શરુ થનારા સંસદના શિયાળુ સત્રમાં પણ ટીએમસી કોંગ્રેસ સાથે સંકલન નહીં કરે.પાર્ટી કોંગ્રેસનો સહયોગ નહીં કરે પણ અલગ અલગ મુદ્દાઓ પર વિપક્ષની સાથે રહેશે. રાજકીય જાણકારોનુ માનવુ છે કે, ટીએમસીએ 2024ની લોકસભા ચૂંટણી માટે અત્યારથી તૈયારીઓ શરુ કરી દીધી છે.ટીએમસી બીજા રાજ્યો પર પણ ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.બીજી પાર્ટીઓના નેતાઓને ટીએમસીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે અને એવુ કહેવાય છે કે, ટીએમસી ભાજપ સામે પોતાને મુખ્ય વિપક્ષી ચહેરા તરીકે રજૂ કરવા માંગે છે.

(3:52 pm IST)