Gujarati News

Gujarati News

News of Sunday, 28th November 2021

ઓમિક્રોન વેરિએન્ટમાં ૩૦થી પણ વધુ મ્યૂટેશન

ઘટી શકે છે વેક્સીનનો પ્રભાવઃ એમ્સ ચીફ ગુલેરિયા : નવા વેરિએન્ટમાં વેક્સીન કેટલી અસરકારક છે તેવામાં તેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ : ડો. ગુલેરિયા

નવી દિલ્હી, તા.૨૮ : કોરોના વાયરસના નવા વેરિએન્ટ ઓમિક્રોનનો પ્રથમ કેસ સાઉથ આફ્રિકાથી આવ્યા બાદ હવે દુનિયાના ઘણા દેશોમાં પહોંચી ગયો છે. પરંતુ સમય રહેતા ઘણા દેશોએ આ વાયરસથી પ્રભાવિત દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ભારત પણ તેને લઈને એલર્ટ થઈ ગયું છે. ઓમિક્રોન વાયરસને લઈને AIIMS પ્રમુખ ડો. રણદીપ ગુલેરિયાએ ચોંકાવનારો દાવો કર્યો છે.

ડો. ગુલેરિયાએ કહ્યુ કે, આ વેરિએન્ટના સ્પાઇક પ્રોટીન એરિયામાં ૩૦થી વધુ મ્યૂટેશન થઈ ચુક્યા છે, જેના કારણ તે વેક્સીનને પણ ચકમો આપી શકે છે. તેમણે જણાવ્યું કે, મોટાભાગની રસી સ્પાઇક પ્રોટીન વિરુદ્ધ એન્ટીબોડી બનાવી કામ કરે છે, તેથી સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં આટલા બધા પરિવર્તનથી કોવિડ-૧૯ રસીની અસરકારકતા ઓછી થઈ શકે છે.

ડો. ગુલેરિયાએ કહ્યુ કે, આ નવા વેરિએન્ટમાં વેક્સીન કેટલી અસરકારક છે તેવામાં તેની ગંભીરતાથી તપાસ થવી જોઈએ. સ્પાઇક પ્રોટીનની હાજરી પોષક કોશિકામાં વાયરસના પ્રવેશને સરળ બનાવે છે અને તેને ફેલવા દેવા અને  સંક્રમણ માટે જવાબદાર છે. એમ્સના ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ જણાવ્યુ કે, કોરોના વાયરસના નવા સ્વરૂપમાં સ્પાઇક પ્રોટીન ક્ષેત્રમાં કથિત રીતે ૩૦થી વધુ ઉત્પરિવર્તન થયા છે અને તે માટે તેમાં ઇમ્યૂનિટી તંત્રમાંથી બચી નિકળવાની ક્ષમતા વિકસિત કરવાની સંભાવના છે.

તેમણે કહ્યું કે, એવી સ્થિતિમાં ભારતમાં બનનાર સહિત અન્ય રસીની અસરકારકતાના ગંભીર મૂલ્યાંકન કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, ભવિષ્યની કાર્યવાહી તે વાત પર નિર્ભર કરશે કે તેના પ્રસાર, તીવ્રતા અને ઇમ્યૂનિટીથી બચી નિકળવાની ક્ષમતા પર વધુ જાણકારીમાં શું સામે આવે છે. અધિકારીઓએ કહ્યું કે, ભારતીય સાર્સ-સીઓવી-૨ જીનોમિક કન્સોર્ટિયા ઇનસાકોગ કોરોના વાયરસના નવા સ્વરૂપ બી.૧.૧.૧.૫૨૯ પર નજીકથી નજર રાખી રહ્યું છે અને દેશમાં હજુ તેની હાજરી સામે આવી નથી.

ડો. ગુલેરિયાએ આંતરરાષ્ટ્રીય યાત્રિકો અને તે ક્ષેત્રમાં જ્યાં કેસની સંખ્યામાં અચાનક વૃદ્ધિ થઈ છે, બંને માટે ખુબ એલર્ટ રહેવા અને આક્રમક નજર રાખવા પર ભાર આપ્યો છે. તેમણે કહ્યું કે, આપણે બધાએ ઇમાનદારીથી કોરોનાના નિયમનું પાલન કરવું જોઈએ અને આપણી સુરક્ષાને ઓછી કરવી જોઈએ નહીં. સાથે તે પણ નક્કી કરવું પડશે કે વેક્સીનના બંને ડોઝ મળે, અત્યાર સુધી જે લોકોએ રસી લીધી નથી તેણે પણ રસી લેવા આગળ આવવું જોઈએ.છ

(9:18 pm IST)