Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

અફઘાનિસ્તાનમાં લોકો પોતાના બાળકોને ઊંઘની ગોળીઓ આપીને સૂવડાવી રહ્યા છે: જેથી ખાવાનું ન માગે. લોકો પોતાના અંગો અને દીકરીઓને પણ વેચી રહ્યા છે

અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા પછી આખા દેશમાં ભૂખમરાના ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પાસે ખાવા માટે ખોરાક નથી. કામ ધંધા બંધ થઈ ગયા છે. ચોંકાવનારા અહેવાલો મળે છે. લોકો પોતાના બાળકોને ઊંઘની ગોળીઓ આપીને સૂવડાવી રહ્યા છે: જેથી ખાવાનું ન માગે. લોકો પોતાના અંગો અને દીકરીઓને પણ વેચી રહ્યા છે

 આ ઉપરાંત, ભૂખમરો અને બેરોજગારી એવી છે કે, લોકો તેમના અંગો અને દીકરીઓ વેંચવા તૈયાર થઈ રહ્યા છે. આ સ્થિતિ કોઈ એક બે પરિવારની નથી, પરંતુ મોટા ભાગના પરિવારોમાં કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન બાદ કામ ધંધો ખતમ થઈ ગયો છે. લોકો બેરોજગાર બન્યા છે. ખાવામાં પણ સાસા પડી ગયા છે. પરિવારના સભ્યો ભૂખ્યા સૂવા મજબૂર બની રહ્યા છે. પોતાના બાળકોને ભૂખથી પીડાતા જોઈને તે રડવા લાગે છે. કેટલાક અફઘાન કેમેરા સામે એવું કહેતા પણ જોવા મળ્યા છે કે, તેમની પાસે ન તો કામ છે અને ન ખાવાનું. જ્યારે ભૂખ લાગે છે, ત્યારે તેઓ ઊંઘની ગોળીઓ ખાય છે. જ્યારે બાળકો ખોરાક માંગવા માટે રડે છે, ત્યારે તેમને ઊંઘની ગોળીઓ આપવામાં આવે છે અને સૂઈ જાય છે.

  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહીંના લોકોએ ગરીબી અને ભૂખમરાને કારણે પોતાના બાળકો પણ વેચવાનું શરૂ કરી દીધું છે. તેઓ નિર્દોષ છોકરીઓના લગ્ન પણ કરાવી રહ્યા છે, જેથી તેમને ભૂખમરાથી સુરક્ષિત રાખી શકાય

 યુનાઈટેડ નેશન્સ વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ અનુસાર, અફઘાનિસ્તાનની અડધી વસ્તી ખોરાકની અસુરક્ષાનો સામનો કરી રહી છે. તે જ સમયે, ૯૫ ટકા વસ્તી પાસે ખાવા માટે પૂરતું ભોજન નથી. આ દેશમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરના ૧૦ લાખથી વધુ બાળકો ગંભીર કુપોષણનો શિકાર બન્યા છે.

(9:20 pm IST)