Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

સમગ્ર વિરમગામ યોગી યોગીના નાદથી ગુંજી ઉઠ્યું :એક ઝલક જોવા માટે લોકો છત, વાહનો અને દિવાલો પર પણ ચઢી ગયા

- યોગીએ ભારે બીડ વચ્ચે રસ્તામાં સામેથી એમ્બ્યુલન્સ આવી ત્યારે હાથનો ઈશારો કરીને લોકોને બાજુમાં જઈને રસ્તો આપવા કહ્યું

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુજરાત વિધાનસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન અમદાવાદ જિલ્લાના વિરમગામ વિધાનસભા ક્ષેત્રમાં રોડ શો કર્યો હતો. ભાજપે પાટીદાર નેતા હાર્દિક પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જનતાએ ભગવો લહેરાવીને યોગીજીને જય શ્રી રામ કહીને વધાવ્યા હતા જ્યારે તેમનું સ્વાગત ફૂલોની વર્ષા અને ઢોલ-નગારાની સાથે સન્માન કરવામાં આવ્યું ત્યારે યોગી આદિત્યનાથે પણ હાથ મિલાવીને ગુજરાતના લોકોને શુભેચ્છા પાઠવી હતી.

 આ દરમિયાન તેમણે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી. આ દરમિયાન સંવેદનશીલતા દાખવતા યોગી આદિત્યનાથે ભરચક ભીડ વચ્ચે પણ સામેથી આવતી એમ્બ્યુલન્સને રસ્તો આપ્યો હતો .

રોડ શો દરમિયાન યોગી આદિત્યનાથની એક ઝલક જોવા માટે લોકો છત, વાહનો અને દિવાલો પર ચઢી ગયા હતા એટલું જ નહીં સમગ્ર વિરમગામ યોગી યોગીના નાદથી ગુંજી ઉઠ્યું હતું. બીજી બાજુ યોગીએ ભારે બીડ વચ્ચે રસ્તામાં સામેથી એક એમ્બ્યુલન્સ આવી રહી હતી ત્યારે મુખ્યમંત્રીએ હાથનો ઈશારો કરીને લોકોને બાજુમાં જઈને રસ્તો આપવા કહ્યું હતું જેના કારણે એમ્બ્યુલન્સ સરળતાથી પસાર થઈ શકી હતી.

(12:03 am IST)