Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

નરેન્‍દ્રભાઇ ૨ ડીસેમ્‍બર દરમ્‍યાન સંબોધશે ૧૪ રેલીઓ

નવી દિલ્‍હી,તા. ૨૮ : વડાપ્રધાન મોદી ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્‍યાન આક્રમક પ્રચાર કરી રહ્યા છે અને ૨૭ નવેમ્‍બરથી ૨ ડીસેમ્‍બર દરમ્‍યાન ૧૪ રેલીઓને સંબોધશે, એવું પક્ષના સુત્રોએ કહ્યું હતું.

પક્ષના નેતાઓ અનુસાર, વડાપ્રધાન ૨૭ નવેમ્‍બર રવિવારે ગુજરાતમાં આવશે. અને ખેડા, નેત્રંગ અને સુરતમાં ત્રણ રેલીઓને સંબોધ્‍યા બાદ સુરત સર્કીટ હાઉસમાં રાત્રીરોકાણ પછી ૨૮ નવેમ્‍બરે પાલિતાણા, અંજાર, જામનગર અને રાજકોટમાં ૪ રેલી સંબોધીને દિલ્‍હી પાછા જશે.

૧ ડિસેમ્‍બરે તેઓ પાછા ગુજરાત આવશે અને તે દિવસે પંચમહાલ જીલ્લાના કલોલ, છોટાઉદેપુર અને હિંમતનગરમાં રેલીઓ સંબોધશે. ગાંધીનગરના રાજભવનમાં રાત્રી રોકાણ કર્યા પછી બીજા દિવસે ૨ ડીસેમ્‍બર તેઓ દીઓદર, પાટણ, સોજીત્રા અને અમદાવાદ ખાતે ૪ રેલીઓને સંબોધશે. એક સીનીયર નેતાઓ કહ્યું કે ચૂંટણીની તારીખો જાહેર થયા પછી વડાપ્રધાન અમદાવાદમાં પોતાની પહેલી રેલીને સંબોધવાના છે અને અમદાવાદની રેલી પહેલા એક રોડ શો માટે પણ નેતાગીરીને વાત કરી છે. ગુજરાતમાં બે તબક્કામાં મતદાન થવાનું છે. ૧ ડીસેમ્‍બર અને ૫ ડીસેમ્‍બર, જ્‍યારે મતગણત્રી ૮ ડીસેમ્‍બરે થશે.

(10:25 am IST)