Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મુંબઈની હોટલોમાં કબૂતરના માંસનું વેચાણઃ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી

મુંબઈમાં રેસીડેન્‍સીયલ સોસાયટીમાં કબૂતરનો ઉછેર કર્યા બાદ તેને હોટલમાં વેચવામાં આવતા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા પામી છે

મુંબઇ,તા. ૨૮ : માયાનગરી મુંબઈમાં કબૂતરોને હોટલમાં વેચાતા હોવાના સમાચાર સામે આવ્‍યા છે. ત્‍યારે એક રેસીડેન્‍શીયલ સોસાયટીની છત પર કબૂતરોને ઉછેરવામાં આવી રહ્યા છે અને ત્‍યાર બાદ તેને હોટલમાં વેંચવામાં આવે છે. રિટાયર્ડ આર્મી કેપ્‍ટનની  ફરિયાદ પર સાયન પોલીસે ગુનો નોધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે.

સાયન પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં શ્રી નરોત્તમ નિવાસ કો. ઓપરેટીવ હાઉસિંગનો મામલો છે. સોસાયટીમાં રહેવાવાળા રિટાયર્ડ આર્મી કેપ્‍ટન હરેશ ગગલાનીએ બિલ્‍ડીંગના ધાબે રાખી પાળવામાં આવતા હોવાની અને ત્‍યાર બાદ તેને મુંબઈની કેટલીક હોટલોમાં વેચવામાં આપતા હોવાની ફરિયાદ પોલીસને કરી હતી.

ત્‍યારે આ મામલે સાયન પોલીસે આર્મીમેનની ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ત્‍યારે સાયન પોલીસે સોસાયટીના અન્‍ય સદસ્‍યો વિરૂધ્‍ધ ગુનો નોંધી આગળની કાર્યવાહિ હાથ ધરી છે. ત્‍યારે રિટાયર્ડ આર્મી કેપ્‍ટન હરેશ ગગહાણી જે બિલ્‍ડીંગમાં રહે છે તેમાં રહેતા અભિષેક સાવંત નામના શખ્‍સ કબૂતરોને ઉછેરે છે. તેણે માર્ચ ૨૦૨૨ થી મે ૨૦૨૨ સુધી ધાબા પર કબૂતરોનો તેમજ તેના બચ્‍ચાઓને ઉછેર  કરતો હતો ત્‍યાર બાદ મુંબઈની કેટલીક હોટલમાં તેને વેચી દેતો હતો.

રિટાયર્ડ આર્મી કેપ્‍ટને પોલીસ સમક્ષ આ કેસ સાથે સંબંધિત કેટલીક તસવીરો પણ રજૂ કરી હતી. અભિષેક સાવંત રેસ્‍ટોરાંમાં કબૂતરો વેચવા માટે તેના ડ્રાઇવરની મદદ લેતો હતો અને તેની મદદથી તે મુંબઈમાં રેસ્‍ટોરન્‍ટ, બાર અને હોટલમાં કબૂતર વેચતો હતો.  સોસાયટીના ચોકીદાર હરેશ ગગલાણીના કહેવા મુજબ ધાબા પર પાણી પહોંચાડવા માટે જતા હતા, તેણે આ અંગે સોસાયટીના ચેરમેન અને અન્‍ય સભ્‍યોને પણ જાણ કરી હતી. પરંતુ તેના પર કોઈએ ધ્‍યાન આપ્‍યું ન હતું. જે બાદ પોલીસે સોસાયટીના પ્રમુખ, સેક્રેટરી અને અન્‍ય કેટલાક સભ્‍યો સામે પણ કેસ નોંધ્‍યો છે.

સાયન પોલીસ સ્‍ટેશને આઈપીસીની કલમ ૩૪, ૪૨૯ અને ૪૪૭ હેઠળ કેસ નોંધ્‍યો છે. હાલ આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

(11:34 am IST)