Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

મદ્રેસાઓમાં ધો.૧ થી ૮ સુધી મળતી સ્‍કોલરશીપ હવે બંધ : સર્વે બાદ નિર્ણય

કેન્‍દ્ર સરકારનો નિર્ણય

નવી દિલ્‍હી, તા.૨૮: કેન્‍દ્ર સરકારે મદરેસાઓમાં ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્‍યવળત્તિ બંધ કરી દીધી છે. આ અંગે સૂચનાઓ પણ જારી કરવામાં આવી છે. અત્‍યાર સુધી મદરેસામાં ૧ થી ૫ સુધીના બાળકોને રૂ.૧૦૦૦ની શિષ્‍યવળત્તિ મળતી હતી. સાથે જ ૬ થી ૮ ના બાળકોને અલગપ્રઅલગ કોર્સ પ્રમાણે સ્‍કોલરશિપ મળતી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે કેન્‍દ્ર સરકારનું માનવું છે કે શિક્ષણના અધિકાર હેઠળ ધોરણ ૧ થી ૮ સુધીનું શિક્ષણ મફત છે. આ ઉપરાંત અન્‍ય જરૂરી વસ્‍તુઓ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. મદરેસાઓમાં મધ્‍યાહન ભોજન અને પુસ્‍તકો મફત આપવામાં આવે છે. આવી સ્‍થિતિમાં સરકારે શિષ્‍યવળત્તિ બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને પહેલાની જેમ જ સ્‍કોલરશિપ મળતી રહેશે. તેમની અરજીઓ લેવામાં આવશે.

જણાવવામાં આવી રહ્યું છે કે ગયા વર્ષે રાજ્‍યની ૧૬૫૫૮ મદરેસાઓના બાળકોને શિષ્‍યવળત્તિ મળી હતી. આ વખતે નવેમ્‍બરમાં પણ મદરેસાઓના બાળકોએ શિષ્‍યવળત્તિ માટે અરજી કરી હતી. પરંતુ કેન્‍દ્ર સરકારે અચાનક સ્‍કોલરશીપ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્‍ય સરકારે શિષ્‍યવળત્તિ પહેલાથી જ બંધ કરી દીધી છે.

ઉત્તર પ્રદેશમાં યોગી સરકારે તાજેતરમાં મદરેસાઓનો સર્વે કર્યો હતો. જેમાં ૮૪૯૬ મદરેસા માન્‍યતા વગરના મળી આવ્‍યા છે. સર્વે દરમિયાન આ મદરેસાઓની આવકનોસ્ત્રોત જકાત (દાન) જણાવવામાં આવ્‍યો છે. આવી સ્‍થિતિમાં હવે યુપી સરકાર મદરેસાઓની આવકનાસ્ત્રોતની તપાસ કરાવવાની તૈયારી કરી રહી છે.

વાસ્‍તવમાં, નેપાળને અડીને આવેલા સરહદી વિસ્‍તારોમાં મોટી સંખ્‍યામાં અજાણી મદરેસાઓ મળી આવ્‍યા છે. સિદ્ધાર્થનગરમાં ૫૦૦, બલરામપુરમાં ૪૦૦, બહરાઈચ અને શ્રાવસ્‍તીમાં ૪૦૦, લખીમપુરમાં ૨૦૦, નેપાળને અડીને આવેલા સરહદી વિસ્‍તારોમાં મહારાજગંજમાં ૬૦ અજાણી મદરેસાઓ મળી આવ્‍યા છે. આ મદરેસાઓમાં કોલકાતા, ચેન્નાઈ, મુંબઈ, દિલ્‍હી, હૈદરાબાદ, સાઉદી અને નેપાળમાંથી જકાત મળી છે. આવી સ્‍થિતિમાં હવે તેમનાસ્ત્રોતની તપાસ કરવામાં આવશે.

(12:07 pm IST)