Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ક્રોએશિયામાં ૧૮ મી સદીના ચર્ચ હેઠળ પ્રાચીન મંદિરના અવશેષો મળ્‍યા : પુરાતત્‍વવિદો આヘર્યચકિત

નવી દિલ્‍હી, તા. ર૮ : પુરાતત્‍વવિદોને ક્રોએશિયામાં ૧૮મી સદીના ચર્ચ હેઠળ ખોદકામ દરમિયાન એક પ્રાચીન મંદિરના અવશેષ મળ્‍યા છે. આ મંદિર પ્રાચીન રોમન સભ્‍યતાનું હોવાનું કહેવાય છે. ચર્ચની નજીક ખ્રિસ્‍તી ધર્મનું કબ્રસ્‍તાન પણ મળી આવ્‍યું છે.ક્રોએશિયામાં ૧૮મી સદીના ચર્ચ હેઠળ પ્રાચીન રોમન મંદિરના અવશેષો મળી આવ્‍યા છે.

ખોદકામ દરમિયાન મંદિરના અવશેષો જોઇને પુરાતત્‍વવિદો પણ આヘર્યચકિત થઇ જાય છે. આ ચર્ચ ક્રોએશિયાના સિબેનિક નજીક ડેનિલોમાં આવેલું છે, જે સેન્‍ટ ડેનિયલ ચર્ચ તરીકે ઓળખાય છે. ખાસ વાત એ છે કે, સિબેનીક શહેર હાલ જ્‍યાં વસેલું છે તે સ્‍થળ રોમન શહેર રિડિત હતું, આમ છતાં આ પ્રાચીન મંદિર અંગે કોઇ માહિતી મળી ન હતી.

પોલેન્‍ડ અને ક્રોએશિયાના પુરાતત્ત્વવિદોની સંયુક્‍ત ટીમ સ્‍થળ પર ખોદકામનું કામ કરી રહી હતી. પુરાતત્ત્વવિદોની ટીમે લિડર એરિયલ સ્‍કેનિંગ તકનીકની મદદથી મંદિરની શોધ કરી છે. ટીમ દ્વારા મળેલા અવશેષો મંદિરમાં પ્રવેશવાનો મુખ્‍ય રસ્‍તો હોવાનું કહેવાય છે.

ખાસ વાત એ છે કે સ્‍થળ પર ખોદકામ કરી રહેલી ટીમને મંદિર ઉપરાંત ચર્ચ પાસે એક જૂનું કબ્રસ્‍તાન પણ મળ્‍યું છે. ખ્રિસ્‍તી ધર્મનું આ કબ્રસ્‍તાન નવમીથી ૧૫મી સદી સુધીનું હોવાનું કહેવાય છે.

પોલેન્‍ડની રિસર્ચ ટીમનું નેતળત્‍વ કરી રહેલા પ્રોફેસર ફેબિયન વેલ્‍કે જણાવ્‍યું હતું કે, જે સ્‍થળે આ મંદિર મળ્‍યું છે, ત્‍યાં આ સ્‍થળ પ્રાચીન સમયમાં જાહેર સ્‍થળ (મંચ) હશે, જ્‍યાં બીજી ઘણી મહત્‍વપૂર્ણ બાબતો હશે. પ્રોફેસરના કહેવા પ્રમાણે આ સ્‍થળે મંદિરની સાથે કોર્ટ અને ઓફિસ જેવી વહીવટી ઇમારતો પણ હોવી જોઇએ.

પ્રોફેસરે જણાવ્‍યું હતું કે, અમને જે ડેટા મળ્‍યો છે તે મુજબ ચર્ચ અને નજીકના કબ્રસ્‍તાનની નીચેથી મળેલા મંદિરના અવશેષો તે સમયે રોમન શહેરના આવશ્‍યક ભાગમાં આવેલા હોવા જોઈએ.

પ્રોફેસરે કહ્યું કે તે સમયે રોમન શહેરોમાં ફોરમ એક મોટું કેન્‍દ્ર હતું. આ ફોરમની રચના શહેરોના કેન્‍દ્રીય બિંદુઓ પર કરવામાં આવી હતી, જ્‍યાં લોકો સામાજિક અને આર્થિક બંને બાબતોમાં અવરજવર કરતા હતા.

શોધકર્તાઓના જણાવ્‍યા અનુસાર, પ્રાચીન મંદિરની ટોચ પર માત્ર ચર્ચ જ નહીં પરંતુ જૂનું કબ્રસ્‍તાન પણ બનાવવામાં આવ્‍યું છે. જો કે, સ્‍મશાન મુખ્‍ય સ્‍થળથી થોડું દૂર છે, પરંતુ બધા એક જ રેન્‍જની અંદર છે.

પ્રોફેસર વેલ્‍કે કહ્યું કે આનો અર્થ એ છે કે જે કબ્રસ્‍તાન મળ્‍યું છે તે મંદિરની નજીક રોમન ઇમારતોની ટોચ પર બનાવવામાં આવ્‍યું છે.

ચર્ચની નીચે ખોદકામનું કામ વર્ષ ૨૦૧૯માં શરૂ થયું હતું. પોલેન્‍ડ અને ક્રોએશિયાના પુરાતત્ત્વવિદોની સંયુક્‍ત ટીમ આ પ્રોજેક્‍ટ પર કામ કરી રહી છે.

(1:28 pm IST)