Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

પિતાના મૃતદેહના ટુકડા કરી ફ્રિઝમાં રાખ્યા : મા - દિકરો અંગો ફેંકવા જતા

દિલ્હીમાં શ્રધ્ધા જેવી વધુ એક ઘટના બહાર આવી : પતિની હત્યા બદલ એક મહિલા - પુત્રની ધરપકડ : ગેરકાનુની સંબંધ મામલે કરી'તી હત્યા

નવી દિલ્હી તા. ૨૮ : દિલ્હીમાં શ્રદ્ઘા હત્યા કેસ જેવી વધુ એક ઘટના સામે આવી છે. અહીં પાંડવ નગરમાં માતા-પુત્રની એકસાથે હત્યા કરવામાં આવી હતી. આટલું જ નહીં બંનેએ મૃતદેહના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા અને તે ટુકડાઓ પૂર્વ દિલ્હીના ઘણા વિસ્તારોમાં ફેંકી દીધા. અને દરરોજ એક ટુકડો ચોરીછૂપીથી નજીકના ખેતરમાં ફેંકી દેતા હતા. ગેરકાયદેસર સંબંધના કારણે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.

દિલ્હી પોલીસે જણાવ્યું કે પૂનમ અને તેના પુત્ર દીપકે હત્યાની આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો. મહિલાએ તેના પતિ અંજન દાસને ડ્રગ્સ ખવડાવ્યું અને પછી પુત્ર દીપકની મદદથી તેની હત્યા કરી.

હત્યા બાદ બંને આરોપીઓએ અંજનદાસના મૃતદેહને કાપીને તેમના ઘરના ફ્રિજમાં સંતાડી રાખ્યો હતો અને ત્યારબાદ તે ટુકડાઓ અક્ષરધામ સહિતના પાંડવ નગર વિસ્તારમાં ફેંકી દેતા હતા.

મળતી માહિતી મુજબ લગભગ છ મહિના પહેલા પાંડવ નગર સ્થિત રામલીલા ગ્રાઉન્ડ અને નાળામાંથી ઘણા માનવ અંગો મળી આવ્યા હતા. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં બંને આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસને તે ફ્રીજ પણ મળી આવ્યું છે જેમાં શરીરના અંગો રાખવામાં આવ્યા હતા.

મે મહિનામાં પોલીસને માનવ અંગો મળી આવ્યા હતા. આ કેસમાં ઘણા સીસીટીવી ફૂટેજ પણ પોલીસના હાથમાં આવ્યા છે. જે બાદ પોલીસે તપાસ કરીને આરોપી માતા-પુત્રની ધરપકડ કરી હતી. મૃતકનું નામ અંજન દાસ જણાવવામાં આવી રહ્યું છે અને આરોપીઓના નામ પૂનમ અને દીપક છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અંજન દાસના ઘણી મહિલાઓ સાથે ગેરકાયદેસર સંબંધો હતા. અંજનને દારૃ અને નશાની ગોળીઓ ખવડાવવામાં આવી હતી.

તે બેહોશ થઈ ગયા પછી, માતા અને પુત્રએ અંજનની હત્યા કરી અને શરીરના ભાગોનો અલગ-અલગ રાત્રે નિકાલ કર્યો. દિલ્હી પોલીસે જણાવ્યું કે એક મહિલા અને તેના પુત્રની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. તેઓએ મૃતદેહના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા અને તક મળતાં જ તેને ફેંકવા લાગ્યા. ક્રાઈમ બ્રાન્ચ ઘણા મહિનાઓથી મામલાની તપાસ કરી રહી હતી, સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પોલીસને હજુ સુધી મૃતકની લાશ મળી નથી. દુર્ગંધ છુપાવવા માટે ઘરને પેઇન્ટ કર્યું. આ લોકો મૃતદેહ ફેંકવા માટે નિર્જન સ્થળોએ જતા હતા.

છેલ્લા કેટલાક મહિનાઓથી દિલ્હીના ત્રિલોકપુરી વિસ્તારમાંથી અલગ-અલગ દિવસે એક મૃતદેહના ટુકડા મળી રહ્યા હતા, જે બાદ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈને કેસ નોંધ્યો હતો. ક્રાઈમ બ્રાંચ પણ આ મામલાને ઉકેલવા માટે કામે લાગી હતી.

(3:38 pm IST)