Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ઇલેકટ્રીક વ્‍હિકલ ડિલર ફાયનાન્‍સિંગ પ્રોગ્રામ માટે એચડીએફસી બેંક અને તાતા મોટર્સે હાથ મિલાવ્‍યા

રાજકોટ તા. ર૮ : દેશમાં ઇલેકિટ્રીક વાહનો અપનાવવાનું વલણ વધે તે માટે ભારતના અગ્રણી ઓટોમેટિવ ઉત્‍પાદક તાતા મોટર્સ અને ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એચડીએફસી બેંકે તેના અધિકૃત પેસેન્‍જર ઇવી ડિલર્સને ફાયનાન્‍સ પુરૂ પાડવા માટે મિલાવ્‍યા છે.

આ યોજના હેઠળ તાતા મોટર્સ તેના ડિલર્સને તેના વર્તમાન આઇસીઇ ફાયનાન્‍સ ઉપરાંત વધારાના ઇન્‍વેન્‍ટરી ફંડીગ માટે આકર્ષક દર સાથે જોડાયેલો રેપો લીંકડ ધિરાણ દર (આરએલએલઆર) પુરો પાડશે. પુનઃ ચુકવણીની મુદત ૬૦ થી માંડીને ૭પ દિવસની રહેશે. આ ઉપરાંત બેંક વધુ માંગ હોય તેવા તબકકામાં વધારાની લિમીટ પણ પુરી પાડશે. આ પ્રકારની ધિરાણ મર્યાદા ડિલર્સને વર્ષમાં ત્રણ વખત પૂરી પાડવામાં આવશે.

આ પાર્ટનરશીપ અંગે સમજૂતિના કરાર ઉપર તાતા પેસેન્‍જર ઇલેકિટ્રક મોબિલીટી લિમિટેડના ચીફ ફાયનાન્‍સિયલ ઓફીસ અને તાતા મોટર્સ પેસેન્‍જર વ્‍હિકલ્‍સ લિમિટેડના ડિરેકટર આસીફ મલબારી અને એનડીએફસી બેંકના ગ્રુપ -હેડ રિટેઇલ એસેટસ અરવિંદ કપિલે હસ્‍તાક્ષર કર્યા હતા.

આ ફાયનાન્‍સ સ્‍કીમના પ્રારંભ પ્રસંગે પ્રતિભાવ આપતા આસિફ મલબારીએ જણાવ્‍યું હતું કે અમે અમારા અધિકૃત ઇલેકટ્રિક પેસેન્‍જર વ્‍હિકલ ડિલર પાર્ટનર્સ માટેના આ ફાયનાન્‍સિંગ પ્રોગ્રામ માટે ભારતની ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક એચડીએફસી બેંક સાથે જોડાતા અત્‍યંત આનંદ અનુભવીએ છીએ.

આ પાર્ટનરશીપ અંગે વાત કરતા એચડીએફસી બેંકના હેડ-રિટેઇલ એસેટસ અરવિંદ કપિલે જણાવ્‍યું હતું કે એચ ડી એફ સી. બેંક આ યોજનામાં જોડાતા આનંદ અનુભવે છે. આનાથી નવા ગ્રાહક સમુદાય માટે કસ્‍ટમાઇઝ ફાયનાન્‍સિંગ પ્રોગ્રામ હાથ ધરવામાં સહાય થશે તથા દેશમાં ઇલેકિટ્રક વાહનોના કલ્‍ચરના પ્રોત્‍સાહન પ્રાપ્‍ત થશે. આ કાર્યક્રમ વર્ષે ર૦૩૧-૩ર સુધીમાં કાર્બન ન્‍યુટ્રલ બનવાની મજલ તરફનું એક મહત્‍વનું કદમ બની રહેશે.

(4:03 pm IST)