Gujarati News

Gujarati News

News of Monday, 28th November 2022

ગુજરાતમાં 11 મેડિકલ કોલેજ હતી આજે 36 મેડિકલ કોલેજ : ઉપલબ્ધ :જામનગરમાં વડાપ્રધાન મોદીએ જનસભા સંબોધી

પહેલા 15,000 સરકારી હોસ્પિટલ હતી અને આજે 36,000 બેડ છે : દેશમાં આયુષ્યમાન ભારત આરોગ્ય યોજના શરૂ કરાઈ :દેશના દરેક જિલ્લામાં 90 થી 100 કકરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે

જામનગર :  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કામા પ્રચારના અંતિમ દિવસોમાં ભાજપ સૌરાષ્ટ્રમા પ્રચંડ પ્રચાર કરી રહી છે.પીએમ મોદી જામનગરમા જાહેર સભાને સંબોધી રહ્યા છે.  જેમાં તેમણે જણાવ્યું કે, પીએમ મોદીએ જણાવ્યું કે ડ્રોન દ્વારા જમીનની માપણીની શરૂઆત કરી છે. અમે વચેટિયાઓને ખત્મ કર્યા છે. 5g આવવાની તૈયારી છે. યુવા પેઢીને સશક્ત કરવાનું કામ ભાજપે કર્યું છે.

  દેશમાં આયુષ્યમાન ભારત આરોગ્ય યોજના શરૂ કરવામાં આવી છે. દેશના દરેક જિલ્લામાં 90 થી 100 કકરોડનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં 11 મેડિકલ કોલેજ હતી આજે 36 મેડિકલ કોલેજ હતી. તેમજ 11 વર્ષ પહેલા 15,000 સરકારી હોસ્પિટલ હતી અને આજે 36,000 બેડ છે.

  પીએમ મોદીએ જામનગરમા જાહેર સભાને સંબોધના કરતા જણાવ્યું કે  ગુજરાતના મૂળમાં શાંતિ છે. તેમજ અમે પણ શાંતિ, એકતા અને સદભાવના માટે કાર્ય કરીએ છીએ.  અમારો  હેતુ વિકાસના મંત્રને આગળ વધારવાનો છે.

  પીએમ મોદીએ કહ્યું હતું કે આ ચૂંટણી 5 વર્ષ માટેની નથી,આગામી 25 વર્ષનું ગુજરાતનું ભવિષ્ય નક્કી કરવા માટે છે. ગુજરાત મેન્યુફેકચરિંગ સ્ટેટ છે. જે એક સ્વપ્ન જોયું હતું કે મોરબી, રાજકોટ અને જામનગર જાપાનની બરોબરી કરે તેવો પ્રદેશ છે. આ પટ્ટો આજે એન્જિનિયરીગ ક્ષેત્રનું હબ બન્યું છે.

 જામનગરના નાના ઉદ્યોગો માટે અવસર મળવાના છે. ગુજરાતમાં લધુ ઉદ્યોગ ટકી રહે તે માટે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા એએસએમઇને આપવાનું નક્કી કર્યું છે.લક્ષ્મીજી એટલે સમૃદ્ધિ, આપણે ગુજરાતમાં માળખાકીય સુવિધાઓ એવી ભવ્ય અને મજબૂત બનાવી રહ્યાં છે જેના કારણે લક્ષ્મીજીને આપણા ત્યાં જ આવવાનું મન થાય.

 

(9:14 pm IST)